સમયસાર ગાથા-૧૬૪-૧૬પ ] [ ૨૨૭ છે. તેને કહે છે કે વિકાર પોતાના કારણે થાય છે, કર્મને કારણે નહિ. ઘણે ઠેકાણે-પ્રવચનસારમાં, સમયસારમાં આવે છે કે-કર્મના ઉદયમાત્રથી જો આત્માને રાગ-દ્વેષાદિ થાય તો સદાય સંસાર જ રહ્યા કરે, કેમકે સંસારીઓને કર્મનો ઉદય તો સદાય હોય છે જ. પ્રવચનસાર, ગાથા ૪પ ની જયસેનાચાર્યની ટીકામાં આ વાત લીધી છે. ખરેખર તો જીવ વિકારના પરિણામ કરે તો કર્મને નિમિત્ત કહેવામાં આવે છે. વસ્તુસ્વરૂપ આવું છે.
પંચાસ્તિકાય ગાથા ૬૨ માં જ્યાં પાંચ અસ્તિકાય સિદ્ધ કરવા છે ત્યાં વિકાર પોતાના અસ્તિત્વમાં પોતાની પર્યાયમાં પોતાના ષટ્કારકના પરિણમનથી થાય છે, એને પર કારકોની અપેક્ષા નથી એમ કહ્યું છે. વિકારનો કર્તા પોતે વિકાર, વિકાર કર્મ વિકારનું પોતાનું, વિકારનું સાધન વિકાર પોતે, વિકારનું સંપ્રદાન પોતે વિકાર, વિકારનું અપાદાન વિકાર પોતે અને વિકારનું અધિકરણ પણ વિકાર પોતે. ત્યારે કોઈ કહે કે આ તો અભિન્ન કારણની વાત થઈ? હા; પણ અભિન્ન કારણનો અર્થ શું? કે બીજું કારણ નથી. (પોતે જ કારણ છે).
ભાષાથી તો સમજાવવામાં આવે છે, પરંતુ જેને આ અંતરમાં બેસી જાય એની બલિહારી છે. સમજાણું કાંઈ...?
મોટી તકરાર છે ને? એમ કે વિકાર કર્મને લઈને ન થાય તો વિકાર સ્વભાવ થઈ જશે; આવો એમનો તર્ક છે.
પરંતુ ભાઈ! સમયસાર, ગાથા ૩૭૨ માં રાગને જીવનો સ્વભાવ (પર્યાયભાવ) કહ્યો છે. ‘स्वभावेनैवोत्पादात्’ એમ ત્યાં ટીકામાં પાઠ છે. મિથ્યાત્વ તથા પુણ્ય-પાપ આદિ પર્યાયનો સ્વભાવ છે. ત્યાં કહ્યું છે કે-‘જીવને પરદ્રવ્ય રાગાદિ ઉપજાવે છે એવી શંકા ન કરવી; કારણ કે અન્ય દ્રવ્ય વડે અન્ય દ્રવ્યના ગુણનો ઉત્પાદ કરાવાની અયોગ્યતા છે.’ અહા! શું થાય? આ તો જેને આત્માની સત્યતા શોધવી હોય એના માટે છે. બાકી આ કાંઈ વાદવિવાદે પાર પડે એવું નથી.
બીજી વાત-‘મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ-એ પુદ્ગલપરિણામો, જ્ઞાનાવરણાદિ પુદ્ગલકર્મના આસ્રવણનાં (-આવવાનાં) નિમિત્ત હોવાથી, ખરેખર આસ્રવો છે;...’
શું કીધું એ? જૂનાં કર્મનો જે ઉદય છે એ નવાં કર્મને આવવાનું નિમિત્ત છે માટે તેને આસ્રવ કહે છે. અસંજ્ઞ આસ્રવો તે જડના પરિણામ-જડના ભાવ છે. તે અજીવ પુદ્ગલ છે. દર્શનમોહ કર્મ, ચારિત્રમોહ કર્મ, કષાય તથા યોગનો જે ઉદય આવે છે તે જડના પરિણામ છે. ભાઈ! જ્યાં જે અપેક્ષા હોય તે જાણવી જોઈએ, નહિતર એકાંતની પકડ થઈ જાય.
એક બાજુ સમયસાર ગાથા ૭પ-૭૬ માં એમ કહે કે-જ્ઞાનીનો આત્મા જ્ઞાનસ્વભાવે