૨૬૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬
द्रव्यास्रवेभ्यः स्वत एव भिन्नः।
ज्ञानी सदा ज्ञानमयैकभावो
निरास्रवो ज्ञायक एक एव।। ११५।।
[द्रव्यास्रवेभ्यः स्वतः एव भिन्नः] દ્રવ્યાસ્રવોથી તો સ્વભાવથી જ ભિન્ન એવો [अयं ज्ञानी] આ જ્ઞાની- [सदा ज्ञानमय–एक–भावः] કે જે સદા એક જ્ઞાનમય ભાવવાળો છે તે- [निरास्रवः] નિરાસ્રવ જ છે, [एकः ज्ञायकः एव] માત્ર એક જ્ઞાયક જ છે.
તો તે સદાય સ્વયમેવ ભિન્ન જ છે કારણ કે દ્રવ્યાસ્રવ પુદ્ગલપરિણામસ્વરૂપ છે અને જ્ઞાની ચૈતન્યસ્વરૂપ છે. આ રીતે જ્ઞાનીને ભાવાસ્રવ તેમ જ દ્રવ્યાસ્રવનો અભાવ હોવાથી તે નિરાસ્રવ છે. ૧૧પ.
હવે, જ્ઞાનીને દ્રવ્યાસ્રવનો અભાવ છે એમ બતાવે છેઃ-
‘જે પૂર્વે અજ્ઞાન વડે બંધાયેલા મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગરૂપ દ્રવ્યાસ્રવભૂત પ્રત્યયો છે, તે અન્યદ્રવ્યસ્વરૂપ પ્રત્યયો અચેતન પુદ્ગલપરિણામવાળા હોવાથી જ્ઞાનીને માટીનાં ઢેફાં સમાન છે.’
જુઓ, શું કહે છે? કે રાગની એકત્વબુદ્ધિથી ઉત્પન્ન થતો અજ્ઞાનભાવ અને અજ્ઞાનપૂર્વકના રાગ-દ્વેષ બંધનું કારણ બને છે. પુણ્ય-પરિણામને કરવું એ જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવી ભગવાન આત્માનો સ્વભાવ નથી; એ તે અજ્ઞાનભાવ છે અને તે-પૂર્વકના કષાયભાવ મિથ્યાત્વાદિના બંધનું કારણ થાય છે.
પણ જેણે રાગથી પોતાના જ્ઞાયકતત્ત્વને ભિન્ન પાડયું અને પર્યાયમાં જ્ઞાન અને આનંદનો સ્વાદ લીધો છે એવા ધર્મીને પૂર્વે અજ્ઞાન વડે બંધાયેલા જે જડ પરમાણુઓ- દર્શનમોહનો થોડો અંશ અર્થાત્ સમ્યક્મોહનીયના રજકણો જે ક્ષયોપશમ સમકિત પ્રગટ થયું છે છતાં હોય છે તે, તથા અવિરતિ, કષાય અને યોગરૂપ દ્રવ્યાસ્રવભૂત પ્રત્યયો છે; પણ તે અન્યદ્રવ્યસ્વરૂપ પ્રત્યયો અચેતન પુદ્ગલપરિણામવાળા હોવાથી તેને માટીનાં ઢેફાં સમાન છે. જેમ માટીનાં ઢેફાં અજીવ છે, જ્ઞેય છે તેમ એ