कथं ज्ञानी निरास्रव इति चेत्–
समए समए जम्हा तेण अबंधो त्ति णाणी दु।। १७०।।
समये समये यस्मात् तेनाबन्ध इति ज्ञानी तु।। १७०।।
હવે પૂછે છે કે જ્ઞાની નિરાસ્રવ કઈ રીતે છે? તેના ઉત્તરની ગાથા કહે છેઃ-
બહુભેદ બાંધે કર્મ, તેથી જ્ઞાની તો બંધક નથી. ૧૭૦.
गुणाभ्याम्] જ્ઞાનદર્શનગુણો વડે [समये समये] સમયે સમયે [अनेकभेदं] અનેક પ્રકારનું કર્મ [बध्नन्ति] બાંધે છે [तेन] તેથી [ज्ञानी तु] જ્ઞાની તો [अबन्धः इति] અબંધ છે.
નિરાસ્રવ જ છે; પરંતુ જે તેને પણ દ્રવ્યપ્રત્યયો સમય સમય પ્રતિ અનેક પ્રકારનું પુદ્ગલકર્મ બાંધે છે, ત્યાં જ્ઞાનગુણનું પરિણમન જ કારણ છે.
હવે પૂછે છે કે જ્ઞાની નિરાસ્રવ કઈ રીતે છે?-તેના ઉત્તરની ગાથા કહે છે.
અહાહા...! શુદ્ધચિદાનંદસ્વરૂપ અખંડ એક જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્માની દ્રષ્ટિ અને અનુભવ જેને થયાં તે જ્ઞાની છે, ધર્મી છે. તેને જ્ઞાની કહો, ધર્મી કહો વા સમ્યગ્દ્રષ્ટિ કહો-એ બધું એકાર્થવાચક છે. એવા જ્ઞાનીને મિથ્યાત્વ અને અનંતાનુબંધી આસ્રવનો અભાવ છે. ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિના શુભભાવ હો કે હિંસા, જૂઠ, ચોરી, વિષયવાસનાના અશુભભાવ હો-બન્ને ભાવ આસ્રવ છે. જ્ઞાની એનાથી રહિત છે. વળી જડકર્મ-દ્રવ્યાસ્રવોથી તે સ્વભાવથી જ ભિન્ન છે. આ વાત આગળની ગાથાઓમાં આવી ગઈ છે.