Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1741 of 4199

 

૨૮૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ તો સમકિતીને આત્મા પૂર્ણ આવી ગયો છે, પણ દેખવા-જાણવામાં અને આચરવામાં જે પૂર્ણ આવવો જોઈએ તે હજુ આવ્યો નથી. ભગવાન આત્માને સર્વોત્કૃષ્ટ ભાવે દેખવો-જાણવો એટલે પરિપૂર્ણ આશ્રય કરીને દેખવો-જાણવો એમ વાત છે. આ પર (અરહંતાદિ) ભગવાનને દેખવા- જાણવાની વાત નથી પણ પોતાનું જે પૂર્ણ સ્વરૂપ છે તેને દેખવા-જાણવાની વાત છે. ભાઈ! આ તો સર્વજ્ઞ ભગવાનની સાક્ષાત્ જે દિવ્યધ્વનિ થઈ તેને સંતો કહે છે.

છહઢાલામાં આવે છે ને કે-

‘‘જ્ઞાન સમાન ન આન જગતમેં સુખકો કારન,
ઇહિ પરમામૃત જન્મજરામૃતિ-રોગ-નિવારન.’’

ભગવાન આત્માનું જ્ઞાન તે સુખનું કારણ છે, કેમકે એ જ્ઞાન થતાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. આવું આત્મજ્ઞાન જન્મ-જરા-મરણરૂપ રોગને ટાળનાર પરમ અમૃત છે. આ સિવાય આ શરીર, સ્ત્રી, કુટુંબ-પરિવાર, બાગ-બંગલા કે ધન-સંપત્તિ ઇત્યાદિ કોઈ સુખનું કારણ નથી. લૌકિક જ્ઞાન કે પુણ્યના પરિણામ એ કોઈ સુખનાં સાધન નથી.

કેટલાક કહે છે કે આમાં શું કરવું તેની સૂઝ પડતી નથી. વ્રત, ઉપવાસ, એકાશન, રસત્યાગ, બ્રહ્મચર્ય આદિ પાળવાનું કહો તો સમજાય તો ખરું.

ભાઈ! જે કરવાનું તને સમજાય છે એ તો બધો રાગ છે. એનાથી તો આત્માને બંધ અને દુઃખ થાય છે. ચિદ્બ્રહ્મસ્વરૂપ ભગવાન આત્માને જઘન્ય ભાવે દેખે-જાણે અને આચરે એટલું જઘન્ય બ્રહ્મચર્ય છે અને સર્વોત્કૃષ્ટ ભાવે દેખે-જાણે-આચરે તો તે સર્વોત્કૃષ્ટ એટલે સંપૂર્ણ બ્રહ્મચર્ય છે. (બ્રહ્મચર્ય પાળવાનો રાગ તો કથનમાત્ર બ્રહ્મચર્ય છે.)

જ્ઞાની જ્યાંસુધી પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપને જઘન્યભાવે દેખે-જાણે અને આચરે છે ત્યાં સુધી જઘન્ય ભાવની અન્યથા અનુપપત્તિ વડે અર્થાત્ જો રાગ ન હોય તો જઘન્યભાવ બનતો (સિદ્ધ થતો) નથી તેથી જેનું અનુમાન થઈ શકે છે એવા અબુદ્ધિપૂર્વક કર્મકલંકના વિપાકનો સદ્ભાવ હોવાથી તેને પુદ્ગલકર્મનો બંધ થાય છે. ત્યાં બુદ્ધિપૂર્વકનો-રુચિપૂર્વકનો રાગ ભલે ન હોય પણ અરુચિપૂર્વક ત્યાં રાગ છે અને તેથી તેટલો બંધ પણ છે. તેથી કહે છે-

‘માટે ત્યાં સુધી જ્ઞાનને દેખવું, જાણવું અને આચરવું કે જ્યાં સુધીમાં જ્ઞાનનો જેવડો પૂર્ણ ભાવ છે તેવડો દેખવામાં, જાણવામાં અને આચરવામાં બરાબર આવી જાય.’ જોયું? જ્યાં સુધી સર્વોત્કૃષ્ટભાવે જાણવું, દેખવું અને આચરવું ન થાય ત્યાં સુધી અંદર દેખવા-જાણવા- આચરવાનો પુરુષાર્થ કરતા રહેવું એમ કહે છે. આમાં