સમયસાર ગાથા-૧૭૨ ] [ ૨૯૧
પહેલાં બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વક-રુચિની અપેક્ષાએ કહ્યા અને અહીં રાજમલ્લજીએ જાણવા ન જાણવાની અપેક્ષાએ કહ્યા છે. વિવક્ષાભેદ જેમ છે તેમ સમજવું.
હવે શિષ્યની આશંકાનો શ્લોક કહે છેઃ-
‘सर्वस्याम् एव द्रव्यप्रत्ययसंततौ जीवन्त्यां’ જ્ઞાનીને સમસ્ત દ્રવ્યાસ્રવની સંતતિ વિદ્યમાન હોવા છતાં ‘ज्ञानी’ જ્ઞાની ‘नित्यम् एव’ સદાય ‘निरास्रवः’ નિરાસ્રવ છે ‘कुतः’ એમ શા કારણે કહ્યું?
જે રાગથી ભિન્ન પડયો છે અને જેને શુદ્ધ ચૈતન્યસ્વરૂપના નિરાકુળ આનંદનો સ્વાદ આવ્યો છે તેવા ધર્મીને તેના આત્મપ્રદેશે આઠે જડકર્મ સ્થિત છે, તેનો ઉદય પણ છે અને અહીં પર્યાયમાં રાગ-દ્વેષ પણ થાય છે તો તેને નિરાસ્રવ કેમ કહ્યો?
‘इति चेत् मतिः’ એમ જો તારી બુદ્ધિ છે અર્થાત્ એવી જો તને આશંકા છે તો હવે તેનો ઉત્તર કહેવામાં આવે છે.