Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1756 of 4199

 

સમયસાર ગાથા-૧૭૩ થી ૧૭૬ ] [ ૨૯પ

(अनुष्टुभ्)
रागद्वेषविमोहानां ज्ञानिनो यदसम्भवः।
तत एव न बन्धोऽस्य ते हि बन्धस्य कारणम्।। ११९।।

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

શ્લોકાર્થઃ– [यद्यपि] જોકે [समयम् अनुसरन्तः] પોતપોતાના સમયને અનુસરતા (અર્થાત્ પોતપોતાના સમયે ઉદ્રયમાં આવતા) એવા [पूर्वबद्धाः] પૂર્વબદ્ધ (પૂર્વે અજ્ઞાન- અવસ્થામાં બંધાયેલા) [द्रव्यरूपाः प्रत्ययाः] દ્રવ્યરૂપ પ્રત્યયો [सत्तां] પોતાની સત્તા [न हि विजहति] છોડતા નથી (અર્થાત્ સત્તામાં છે-હયાત છે), [तदपि] તોપણ [सकलरागद्वेषमोहव्युदासात्] સર્વ રાગદ્વેષમોહનો અભાવ હોવાથી [ज्ञानिनः] જ્ઞાનીને [कर्मबन्धः] કર્મબંધ [जातु] કદાપિ [अवतरति न] અવતાર ધરતો નથી-થતો નથી.

ભાવાર્થઃ– જ્ઞાનીને પણ પૂર્વે અજ્ઞાન-અવસ્થામાં બંધાયેલા દ્રવ્યાસ્રવો સત્તા-અવસ્થામાં હયાત છે અને તેમના ઉદયકાળે ઉદયમાં આવતા જાય છે. પરંતુ તે દ્રવ્યાસ્રવો જ્ઞાનીને કર્મબંધનું કારણ થતા નથી, કેમ કે જ્ઞાનીને સકળ રાગદ્વેષમોહભાવોનો અભાવ છે. અહીં સકળ રાગદ્વેષમોહનો અભાવ બુદ્ધિપૂર્વક રાગદ્વષમોહની અપેક્ષાએ સમજવો. ૧૧૮.

હવે આ જ અર્થ દ્રઢ કરનારી બે ગાથાઓ આવે છે તેની સૂચનિકારૂપ શ્લોક કહે છેઃ-

શ્લોકાર્થઃ– [यत्] કારણ કે [ज्ञानिनः रागद्वेषविमोहानां असम्भवः] જ્ઞાનીને રાગદ્વેષમોહનો અસંભવ છે [ततः एव] તેથી [अस्य बन्धः न] તેને બંધ નથી; [हि] કેમ કે [ते बन्धस्य कारणम्] તે (રાગદ્વેષમોહ) જ બંધનું કારણ છે. ૧૧૯.

* * *

સમયસાર ગાથા ૧૭૩ થી ૧૭૬ઃ મથાળુ

હવે, પૂર્વોક્ત આશંકાના ઉત્તરની ગાથા કહે છેઃ-

* ગાથા ૧૭૩ થી ૧૭૬ઃ ટીકા ઉપરનું પ્રવચન *

પ્રથમ દ્રષ્ટાંત આપે છે-‘જેમ પ્રથમ તો તત્કાળની પરણેલી બાળ સ્ત્રી અનુપભોગ્ય છે પરંતુ યૌવનને પામેલી એવી તે પહેલાંની પરણેલી સ્ત્રી યૌવન-અવસ્થામાં ઉપભોગ્ય થાય છે અને જે રીતે ઉપભોગ્ય થાય તે અનુસારે, પુરુષના રાગભાવને લીધે જ, પુરુષને બંધન કરે છે, વશ કરે છે...’

જુઓ, કોઈ બાળ કન્યા ૧૦-૧૨ વર્ષની પરણેલી હોય તે તેના પતિને ઉપભોગ્ય