૨૯૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ નથી એટલે કે ભોગવવા લાયક નથી. પરંતુ તે જ પરણેલી સ્ત્રી યૌવનને પ્રાપ્ત થાય ત્યારે ઉપભોગ્ય થાય છે. હવે જે રીતે ઉપભોગ્ય થાય તે અનુસારે-જોયું? અહીં વજન છે-કે જે રીતે ઉપભોગ્ય થાય તે અનુસારે, પુરુષ તેના પ્રતિ જેટલો રાગ કરે તેટલા પ્રમાણમાં તે સ્ત્રી બંધન કરે છે, વશ કરે છે.
કોઈને વળી પ્રશ્ન થાય કે આચાર્યદેવે આવું દ્રષ્ટાંત કેમ આપ્યું? ભાઈ? આચાર્યદેવ તો મુનિવર છે. દુનિયાને સમજમાં આવે માટે આવું દ્રષ્ટાંત આપ્યું છે. વીતરાગી સંતો દ્રષ્ટાંત આપવામાં નિઃસંકોચ હોય છે. તેમને શું સંકોચ? હવે કહે છે-
‘તેવી રીતે જેઓ પ્રથમ તો સત્તા-અવસ્થામાં અનુપભોગ્ય છે પરંતુ વિપાક-અવસ્થામાં ઉપભોગ્ય થાય છે એવા પુદ્ગલકર્મરૂપ દ્રવ્યપ્રત્યયો હોવા છતાં તેઓ જે રીતે ઉપભોગ્ય થાય તે અનુસારે (અર્થાત્ ઉપયોગના પ્રયોગના અનુસારે), કર્મોદયના કાર્યરૂપ જીવભાવના સદ્ભાવને લીધે જ, બંધન કરે છે.’
અહીં આ જ્ઞાનીની વાત છે. જ્ઞાનીને આઠ કર્મ જે સત્તામાં પડયાં છે તે બાળ સ્ત્રીની જેમ અનુપભોગ્ય છે. પરંતુ તે જ કર્મો વિપાક-અવસ્થામાં એટલે પાકીને ઉદયમાં આવે છે ત્યારે ઉપભોગ્ય થાય છે, ભોગવવા યોગ્ય થાય છે. હવે તે દ્રવ્યપ્રત્યયો જે રીતે ઉપભોગ્ય થાય તે અનુસારે એટલે કે ઉપયોગ તેમાં જોડાય તે પ્રમાણે, કર્મોદયના કાર્યભૂત જેટલો રાગાદિ ભાવ હોય તેટલા પ્રમાણમાં બંધન કરે છે. કર્મના ઉદયમાં વર્તમાન જેટલો ઉપભોગ કરે એટલું બંધન થાય છે.
હવે જ્ઞાનીને રુચિપૂર્વક રાગ કરવો એ તો છે નહિ. એને પર્યાયમાં કિંચિત્ રાગ દેખાય છે છતાં રુચિપૂર્વક તે પરિણામ તેને થયા નથી. જ્ઞાનીને મિથ્યાત્વ અને અનંતાનુબંધી રાગ- દ્વેષનો તો અભાવ જ છે અને ચારિત્રની અસ્થિરતાનો જે અલ્પ રાગ થાય છે તેનું એને પોસાણ નથી. તેથી કહે છે-
‘માટે જ્ઞાનીને જો પૂર્વબદ્ધ દ્રવ્યપ્રત્યયો વિદ્યમાન છે, તો ભલે હો; તથાપિ તે (જ્ઞાની) તો નિરાસ્રવ જ છે, કારણ કે કર્મોદયનું કાર્ય જે રાગદ્વેષમોહરૂપ આસ્રવભાવ તેના અભાવમાં દ્રવ્યપ્રત્યયો બંધનાં કારણ નથી.’
વેપારીને જે માલનું પોસાણ હોય તે માલ તે ખરીદે છે, બીજો માલ ખરીદતો નથી. તેમ જ્ઞાનીને રાગનું પોસાણ નથી. અસ્થિરતાનો અલ્પ રાગ તેને થાય છે પણ એનું પોસાણ નથી. તેથી તેને ગૌણ ગણીને જ્ઞાની નિરાસ્રવ જ છે એમ કહ્યું કેમકે ઉદયના કાર્યભૂત જે મિથ્યાત્વ અને રાગદ્વેષમોહભાવ તેનો અભાવ હોવાથી દ્રવ્યપ્રત્યયો જ્ઞાનીને બંધનાં કારણ નથી.
કર્મોદયના કાર્યભૂત જે જીવભાવ એટલે કે જીવની પર્યાયમાં થતા રાગદ્વેષમોહના પરિણામ તે જો જીવ કરે તો દ્રવ્ય પ્રત્યયો બંધનાં કારણ થાય. પરંતુ જ્ઞાનીને તો