સમયસાર ગાથા-૧૭૩ થી ૧૭૬ ] [ ૩૦૩ થાય નહિ અને સ્વકાળમાં થયા વિના રહે નહિ. પર્યાયનો-આયતસમુદાયનો પ્રવાહક્રમ છે. ગુણો અક્રમ છે અને પર્યાયોનો પ્રવાહક્રમ એટલે એક પછી એક થવાનો ક્રમ છે. એ ક્રમ નિયત જ છે. જેમ જમણા પછી ડાબો અને ડાબા પછી જમણો પગ ઉપડે છે-એ નિયત ક્રમ છે તેમ જે સમયે જે પર્યાય થવાની હોય તે તે સમયે જ થાય એવો નિયત ક્રમ છે. અહા! વસ્તુનું આવું સ્વરૂપ છે, છતાં જે પર્યાયો ક્રમબદ્ધ માનતો નથી તેના મતમાં સર્વજ્ઞતા રહેતી નથી અર્થાત્ તે સર્વજ્ઞને માનતો નથી.
અહા! જેની એક એક ગુણ-શક્તિ પરિપૂર્ણ છે એવા દ્રવ્યસ્વભાવનું અને સમયે સમયે સ્વતંત્રપણે થતી પર્યાયોનું સમ્યગ્દ્રષ્ટિને યથાર્થ જ્ઞાન હોય છે. સમ્યગ્દર્શનની પર્યાય પોતાના કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણરૂપ ષટ્કારકના પરિણમનથી થાય છે; અને નિમિત્તની પર્યાય નિમિત્તમાં એના પોતાના કાળક્રમે થાય છે. (કાર્યકાળે) નિમિત્ત હોય પણ નિમિત્તથી કાર્ય થાય એમ નહિ, કેમકે વ્યવહાર ને નિશ્ચય એક જ સમયે હોય છે. દ્રષ્ટિ સ્વભાવ ઉપર જતાં સમ્યગ્દર્શનની પર્યાય એના કાળે પોતાથી નિશ્ચયથી થાય છે અને તે જ કાળે જે રાગ બાકી છે તેનો પણ એ જ ક્રમ અને કાળ પોતાથી છે. એટલે વ્યવહારથી નિશ્ચય થાય એ વાત રહેતી નથી. સમ્યગ્દર્શનની પર્યાયનો કર્તા જે રાગ-વ્યવહાર છે એ તો નથી પણ એના દ્રવ્ય-ગુણ પણ એના કર્તા નથી. અહા! આવું વસ્તુનું સ્વરૂપ પ્રગટ હોવા છતાં અજ્ઞાનીઓ હઠથી પોકાર કરે છે કે-નિમિત્ત આવે તો ઉપાદાનમાં કાર્ય થાય! પણ ભાઈ! પર્યાય પોતાની તે તે ક્ષણે સ્વતઃ પ્રગટ થાય છે એમાં નિમિત્ત આવે તો થાય એ કયાં રહ્યું? બાપુ! જે રીતે દ્રવ્ય- ગુણ-પર્યાય છે તે રીતે એનું જ્ઞાન કરીને દ્રવ્યની દ્રષ્ટિ-પ્રતીતિ કરવામાં આવે ત્યારે સમ્યગ્દર્શન થાય છે. સમય સમયની પર્યાય પ્રત્યેક પોતાના કાળે પ્રગટ થાય છે એવો નિર્ણય કરનારની દ્રષ્ટિ દ્રવ્યસ્વભાવમાં જાય છે અને એ સમ્યગ્દર્શન છે.
હવે કહે છે-‘તેથી ગુણસ્થાનોના વર્ણનમાં અવિરત-સમ્યગ્દ્રષ્ટિ આદિ ગુણસ્થાનોએ અમુક અમુક પ્રકૃતિનો બંધ કહ્યો છે, પરંતુ આ બંધ અલ્પ હોવાથી તેને સામાન્ય સંસારની અપેક્ષાએ બંધમાં ગણવામાં આવતો નથી.’ ચોથે ગુણસ્થાને સમકિતીને ૪૧ પ્રકૃતિઓનો નાશ હોય છે. સમકિતીને ચારિત્રમોહના ઉદયકાળમાં પોતાની જેટલી યોગ્યતા છે એટલો વિકાર થાય છે અને એટલો બંધ પણ થાય છે પણ તે અલ્પ છે તેથી સામાન્ય એટલે મૂળ સંસારની અપેક્ષાએ એને બંધમાં ગણ્યો નથી.
‘સમ્યગ્દ્રષ્ટિ ચારિત્રમોહના ઉદયમાં સ્વામિત્વભાવે તો જોડાતો જ નથી, માત્ર અસ્થિરતારૂપે જોડાય છે; અને અસ્થિરતારૂપ જોડાણ તે નિશ્ચયદ્રષ્ટિમાં જોડાણ જ નથી.’ જુઓ, ધર્મી કર્તા થઈને રાગને કરતો નથી. તેને મિથ્યાત્વ અને અનંતાનુબંધી તો ક્ષય પામી ગયા છે તેથી એટલો તો એની પર્યાયમાં વિકાર-રાગ છે જ નહિ. ચારિત્રમોહના ઉદયમાં પોતાની જેટલી (પર્યાયની) યોગ્યતા છે તેટલા પ્રમાણમાં જોડાય છે