ગાથા ૧૭૭–૧૭૮
रागो दोसो मोहो य आसवा णत्थि सम्मदिट्ठिस्स।
तम्हा आसवभावेण विणा हेदू ण पच्चया होंति।। १७७।।
तम्हा आसवभावेण विणा हेदू ण पच्चया होंति।। १७७।।
हेदू चदुव्वियप्पो अट्ठवियप्पस्स कारणं भणिदं।
तेसिं पि य रागादी तेसिमभावे ण बज्झंति।। १७८।।
तेसिं पि य रागादी तेसिमभावे ण बज्झंति।। १७८।।
रागो द्वेषो मोहश्च आस्रवा न सन्ति सम्यग्द्रष्टेः।
तस्मादास्रवभावेन विना हेतवो न प्रत्यया भवन्ति।। १७७।।
तस्मादास्रवभावेन विना हेतवो न प्रत्यया भवन्ति।। १७७।।
हेतुश्चतुर्विकल्पः अष्टविकल्पस्य कारणं भणितम्।
तेषामपि च रागादयस्तेषामभावे न बध्यन्ते।। १७८।।
तेषामपि च रागादयस्तेषामभावे न बध्यन्ते।। १७८।।
હવે આ અર્થ ના સમર્થનની બે ગાથાઓ કહે છેઃ-
નહિ રાગદ્વેષ, ન મોહ–એ આસ્રવ નથી સુદ્રષ્ટિને,
તેથી જ આસ્રવભાવ વિણ નહિ પ્રત્યયો હેતુ બને; ૧૭૭.
તેથી જ આસ્રવભાવ વિણ નહિ પ્રત્યયો હેતુ બને; ૧૭૭.
હેતુ ચતુર્વિધ અષ્ટવિધ કર્મો તણાં કારણ કહ્યા,
તેનાંય રાગાદિક કહ્યા, રાગાદિ નહિ ત્યાં બંધ ના. ૧૭૮.
તેનાંય રાગાદિક કહ્યા, રાગાદિ નહિ ત્યાં બંધ ના. ૧૭૮.
ગાથાર્થઃ– [रागः] રાગ, [द्वेषः] દ્વેષ [च मोहः] અને મોહ- [आस्रवाः] એ
આસ્રવો [सम्यग्द्रष्टेः] સમ્યગ્દ્રષ્ટિને [न सन्ति] નથી [तस्मात्] તેથી [आस्रवभावेन विना] આસ્રવભાવ વિના [प्रत्ययाः] દ્રવ્યપ્રત્યયો [हेतवः] કર્મબંધનાં કારણ [न भवन्ति] થતા નથી.
[चतुर्विकल्प हेतुः] (મિથ્યાત્વાદિ) ચાર પ્રકારના હેતુઓ [अष्टविकल्पस्य] આઠ પ્રકારનાં કર્મોનાં [कारणं] કારણ [भणितम्] કહેવામાં આવ્યા છે, [च] અને [तेषाम् अपि] તેમને પણ [रागादयः] (જીવના) રાગાદિ ભાવો કારણ છે; [तेषाम् अभावे] તેથી રાગાદિ ભાવોના અભાવમાં [न बध्यन्ते] કર્મ બંધાતાં નથી. (માટે સમ્યગ્દ્રષ્ટિને બંધ નથી.)
ટીકાઃ– સમ્યગ્દ્રષ્ટિને રાગદ્વેષમોહ નથી કારણ કે સમ્યગ્દ્રષ્ટિપણાની અન્યથા અનુપપત્તિ
છે (અર્થાત્ રાગદ્વેષમોહના અભાવ વિના સમ્યગ્દ્રષ્ટિપણું બની શકતું નથી);