Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1774 of 4199

 

સમયસાર ગાથા ૧૭૩ થી ૧૭૬ ] [ ૩૧૩

જેના ઉપદેશમાં એમ આવતું હોય કે આ વ્રત અને તપ આદિના શુભભાવ કરતાં કરતાં કલ્યાણ થઈ જશે એની તો દ્રષ્ટિ જ મિથ્યા છે. એનું શ્રદ્ધાન જ્યાં વિપરીત છે ત્યાં વ્રત અને તપ એને (સમ્યક્) છે જ કયાં? (છે જ નહિ). અજ્ઞાનીની વાતે વાતે ફેર છે, ભાઈ!

અહીં કહે છે-જ્ઞાનીને નવીન બંધ નથી કેમકે રાગદ્વેષમોહ છે તે બંધનું કારણ છે અને જ્ઞાનીને રાગદ્વેષમોહનો અસંભવ છે.

[પ્રવચન નં. ૨૩૭ થી ૨૪૦ ચાલુ * દિનાંક ૨૦-૧૦-૭૬ થી ૨૩-૧૦-૭૬]