Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1777 of 4199

 

૩૧૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬

(वसंततिलका)
प्रच्युत्य शुद्धनयतः पुनरेव ये तु
रागादियोगमुपयान्ति विमुक्तबोधाः।
ते कर्मबन्धमिह बिभ्रति पूर्वबद्ध–
द्रव्यास्रवैः कृतविचित्रविकल्पजालम्।। १२१।।

[कलयन्ति] અભ્યાસ કરે છે [ते] તેઓ, [सततं] નિરંતર [रागादिमुक्तमनसः भवन्तः] રાગાદિથી રહિત ચિતવાળા વર્તતા થકા, [बन्धविधुरं समयस्य सारम्] બંધરહિત એવા સમયના સારને (અર્થાત્ પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને) [पश्यन्ति] દેખે છે-અનુભવે છે.

ભાવાર્થઃ– અહીં શુદ્ધનય વડે એકાગ્રતાનો અભ્યાસ કરવાનું કહ્યું છે. ‘હું કેવળ

જ્ઞાનસ્વરૂપ છું, શુદ્ધ છું’-એવું જે આત્મદ્રવ્યનું પરિણમન તે શુદ્ધનય. આવા પરિણમનને લીધે વૃત્તિ જ્ઞાનમાં વળ્‌યા કરે અને સ્થિરતા વધતી જાય તે એકાગ્રતાનો અભ્યાસ.

શુદ્ધનય શ્રુતજ્ઞાનનો અંશ છે અને શ્રુતજ્ઞાન તો પરોક્ષ છે તેથી તે અપેક્ષાએ શુદ્ધનય દ્વારા થતો શુદ્ધ સ્વરૂપનો અનુભવ પણ પરોક્ષ છે. વળી તે અનુભવ એકદેશ શુદ્ધ છે તે અપેક્ષાએ તેને વ્યવહારથી પ્રત્યક્ષ પણ કહેવામાં આવે છે. સાક્ષાત્ શુદ્ધનય તો કેવળજ્ઞાન થયે થાય છે. ૧૨૦.

હવે કહે છે કે જેઓ શુદ્ધનયથી ચ્યુત થાય તેઓ કર્મ બાંધે છેઃ-

શ્લોકાર્થઃ– [इह] જગતમાં [ये] જેઓ [शुद्धनयतः प्रच्युत्य] શુદ્ધનયથી ચ્યુત થઈને [पुनः एव तु] ફરીને [रागादियोगम्] રાગાદિના સંબંધને [उपयान्ति] પામે છે [ते] એવા જીવો, [विमुक्तबोधाः] જેમણે જ્ઞાનને છોડયું છે એવા થયા થકા, [पूर्वबद्धद्रव्यास्रवैः] પૂર્વબદ્ધ દ્રવ્યાસ્રવો વડે [कर्मबन्धम्] કર્મબંધને [विभ्रति] ધારણ કરે છે (-કર્મોને બાંધે છે) - [कृत–विचित्र–विकल्प–जालम्] કે જે કર્મબંધ વિચિત્ર ભેદોના સમૂહવાળો હોય છે (અર્થાત્ જે કર્મબંધ અનેક પ્રકારનો હોય છે).

ભાવાર્થઃ– શુદ્ધનયથી ચ્યુત થવું એટલે ‘હું શુદ્ધ છું’ એવા પરિણમનથી છુટીને અશુદ્ધરૂપે પરિણમવું તે અર્થાત્ મિથ્યાદ્રષ્ટિ બની જવું તે. એમ થતાં, જીવને મિથ્યાત્વ સંબંધી રાગાદિક ઉત્પન્ન થાય છે, તેથી દ્રવ્યાસ્રવો કર્મબંધનાં કારણ થાય છે અને તેથી અનેક પ્રકારનાં કર્મ બંધાય છે. આ રીતે અહીં શુદ્ધનયથી ચ્યુત થવાનો અર્થ શુદ્ધતાના ભાનથી (સમ્યક્ત્વથી) ચ્યુત થવું એમ કરવો. ઉપયોગની અપેક્ષા અહીં ગૌણ છે, અર્થાત્ શુદ્ધનયથી ચ્યુત થવું એટલે શુદ્ધ ઉપયોગથી ચ્યુત થવું એવો