સમયસાર ગાથા-૧૭૭-૧૭૮ ] [ ૩૧૭ અર્થ અહીં મુખ્ય નથી; કારણ કે શુદ્ધોપયોગરૂપ રહેવાનો કાળ અલ્પ હોવાથી માત્ર અલ્પ કાળ શુદ્ધોપયોગરૂપ રહીને પછી તેનાથી છૂટી જ્ઞાન અન્ય જ્ઞેયોમાં ઉપયુક્ત થાય તોપણ મિથ્યાત્વ વિના જે રાગનો અંશ છે તે અભિપ્રાયપૂર્વક નહિ હોવાથી જ્ઞાનીને માત્ર અલ્પ બંધ થાય છે અને અલ્પ બંધ સંસારનું કારણ નથી. માટે અહીં ઉપયોગની અપેક્ષા મુખ્ય નથી.
હવે જો ઉપયોગની અપેક્ષા લઈએ તો આ પ્રમાણે અર્થ ઘટેઃ-જીવ શુદ્ધસ્વરૂપના નિર્વિકલ્પ અનુભવથી છૂટે પરંતુ સમ્યક્ત્વથી ન છૂટે તો તેને ચારિત્રમોહના રાગથી કાંઈક બંધ થાય છે. તે બંધ જોકે અજ્ઞાનના પક્ષમાં નથી તોપણ તે બંધ તો છે જ. માટે તેને મટાડવાને સમ્યગ્દ્રષ્ટિ જ્ઞાનીને શુદ્ધનયથી ન છૂટવાનો અર્થાત્ શુદ્ધોપયોગમાં લીન રહેવાનો ઉપદેશ છે. કેવળજ્ઞાન થતાં સાક્ષાત્ શુદ્ધનય થાય છે. ૧૨૧.
હવે આ અર્થના સમર્થનની બે ગાથાઓ કહે છેઃ-
શું કહે છે? કે જે જીવ રાગદ્વેષમોહ કરે છે તેને જૂનાં દ્રવ્યકર્મ નવાં કર્મના બંધનું કારણ થાય છે. પરંતુ સમ્યગ્દ્રષ્ટિને ભાવાસ્રવ નથી તેથી તેને દ્રવ્યાસ્રવો નવા બંધનું કારણ થતા નથી એમ આ ગાથાઓમાં દ્રઢ કરે છે-
‘સમ્યગ્દ્રષ્ટિને રાગદ્વેષમોહ નથી કારણ કે સમ્યગ્દ્રષ્ટિપણાની અન્યથા અનુપપત્તિ છે...’
જુઓ, શું કહે છે? કે રાગથી ભિન્ન પડીને જેણે ભેદજ્ઞાન પ્રગટ કર્યું અને સચ્ચિદાનંદમય ભગવાન આત્માનો અનુભવ કર્યો તે સમ્યગ્દ્રષ્ટિને રાગદ્વેષમોહ નથી. રાગના કર્તાપણાનો જેને અભિપ્રાય નથી અને શુદ્ધ ચૈતન્યના આશ્રયે પ્રગટ થતી વીતરાગ પર્યાય જ ધર્મરૂપ છે એવી જેની માન્યતા છે તે સમ્યગ્દ્રષ્ટિ છે અને એના ઉપદેશમાં શુભરાગથી શુદ્ધતા પ્રગટે એવો અભિપ્રાય કદીય આવે નહિ. અહા! નિર્મળ વિજ્ઞાનઘનસ્વરૂપ ભગવાન આત્માને રાગથી ભિન્ન અનુભવવો એ જ સમ્યગ્દર્શન છે અને ત્યાંથી જ મોક્ષમાર્ગની શરૂઆત થાય છે.
અહીં મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયની અપેક્ષાએ વાત છે. સમ્યગ્દ્રષ્ટિને અનંતાનુબંધી રાગદ્વેષ અને મોહ નામ મિથ્યાત્વ એ ત્રણે નથી. મિથ્યાત્વ અને રાગદ્વેષ જે અનંતસંસારની જડ છે એને અહીં સંસાર ગણીને આસ્રવ કહ્યો છે.
હવે આથી કોઈ બચાવ કરે કે અમને અસ્થિરતા ગમે તેટલી હોય તેમાં અમને