સમયસાર ગાથા-૧૭૭-૧૭૮ ] [ ૩૨૧ પણ તારી નહિ. બહુ આકરી લાગે પણ વાત તો આ છે. કોઈને એકનો એક છોકરો હોય અને સારી ખાનદાન રૂપાળી કન્યા સાથે તેના લગ્નનો પ્રસંગ હોય એટલે છોકરાની મા અંદરથી ખૂબ મલાવા કરે, ઘાંટા તાણી-તાણીને ગાય; બીજા કહે કે આમ તો સાદ બેસી જશે તો કહે-કયાં વારંવાર આ અવસર આવવાનો છે? અમારે તો આ પહેલો અને છેલ્લો છે. અહા! કેવું ગાંડપણ! ગાંડાનાં તે કાંઈ જુદાં ગામ વસતાં હશે! વળી ઘરના છોકરાની વહુ આવે એટલે સરસ રૂપાળો ઝરી ભરેલો પાંચ હજારનો સાડલો લાવી આપ્યો હોય તે પહેરાવી તેને બહાર મોકલે. ત્યારે બીજા તેના તરફ નજર નાખે એટલે આ ખુશી થાય. અરે! જોનારા બીજી નજરે જોતા હોય ત્યાં આ જાણે કે મારો સાડલો બહાર પડે છે; મારો સાડલો છે તે પહેરાવીને હું બહાર પડું છું-પ્રસિદ્ધ થાઉં છું. આવું છે; દુનિયાનું બધું પોકળ જોયું છે. નાચ્યા નથી પણ નાચનારાને જોયા છે. અરે મૂર્ખ! કયાં ગઈ તારી બુદ્ધિ? આ શું થયું તને? આ રાગદ્વેષમોહના ભાવ તને અનંત જન્મ-મરણ કરાવશે. અંદર રાગરહિત ચૈતન્યસ્વરૂપ છે તેની દ્રષ્ટિ કરી રાગદ્વેષમોહરહિત થઈ જા. રાગદ્વેષમોહરહિત થતાં તને નવો બંધ નહિ થાય.
‘અહીં, રાગદ્વેષમોહના અભાવ વિના સમ્યગ્દ્રષ્ટિપણું હોઈ શકે નહિ એવો અવિનાભાવી નિયમ કહ્યો ત્યાં મિથ્યાત્વસંબંધી રાગાદિકનો અભાવ સમજવો. મિથ્યાત્વ સંબંધી રાગાદિકને જ અહીં રાગાદિક ગણવામાં આવ્યા છે. સમ્યગ્દ્રષ્ટિ થયા પછી કાંઈક ચારિત્રમોહસંબંધી રાગ રહે છે તેને અહીં ગણ્યો નથી; તે ગૌણ છે.’
અહાહા...! અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીતરાગી શાંતિ તથા અનંત આનંદરૂપ જે અપરિમિત આત્મસ્વભાવ છે તેના ઉપર દ્રષ્ટિ પડતાં તથા તેમાં એકાગ્ર થતાં જેને સમ્યગ્દર્શન-જ્ઞાન અને આનંદનો અંશ પ્રગટ થાય છે તે સમ્યગ્દ્રષ્ટિ છે. એવા સમ્યગ્દ્રષ્ટિને રાગદ્વેષમોહનો અભાવ છે કારણ કે તેને રાગદ્વેષથી ભિન્ન નિજ ચૈતન્યસ્વરૂપના આશ્રયે સ્વાલંબી દ્રષ્ટિ પ્રગટ થઈ છે. જ્યાં સમ્યગ્દ્રષ્ટિપણું હોય ત્યાં રાગદ્વેષમોહ ન હોય અને રાગદ્વેષમોહ ન હોય ત્યાં જ સમ્યગ્દ્રષ્ટિપણું હોય છે એવો અવિનાભાવી નિયમ છે.
જ્યાં સ્વભાવની રુચિ નથી અને રાગની રુચિ છે ત્યાં મિથ્યાત્વસંબંધી રાગદ્વેષમોહ સમજવા, જ્યાં રાગની રુચિ છે એવી મિથ્યાત્વની અવસ્થામાં જ થતા રાગદ્વેષને રાગદ્વેષ ગણવામાં આવ્યા છે. જેને મિથ્યાત્વના નાશપૂર્વક જ્ઞાનીપણું પ્રગટ થયું છે તેને મિથ્યાત્વસંબંધી રાગદ્વેષમોહ હોતા નથી. અસ્થિરતાના રાગદ્વેષની વાત અહીં ગૌણ છે. અહા! પુણ્ય-પાપના વિકલ્પમાં પોતાનું સ્વરૂપ જ્યાં સુધી માન્યું હતું ત્યાં સુધી