૩૨૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ થાય એ વાત સાંભળી નથી જ્યારે મિથ્યાદ્રષ્ટિએ રાગથી-પરથી આત્મા ભિન્ન છે એ વાત સાંભળી નથી. મિથ્યાદ્રષ્ટિએ રાગ કરવો, રાગ કરવો એ જ વાત અનંતી વાર સાંભળી છે કેમકે એનું જ એને વેદન છે.
રાગદ્વેષમોહ ન હોય ત્યાં સમ્યગ્દર્શનની ઉપપત્તિ છે અર્થાત્ મિથ્યાત્વરૂપ મોહ અને અનંતાનુબંધી રાગદ્વેષ જ્યાં નથી ત્યાં સમ્યગ્દ્રષ્ટિપણું છે. રાગદ્વેષમોહના અભાવ વિના સમ્યગ્દ્રષ્ટિપણું બની શકતું નથી. રાગથી લાભ થાય એવો જે મિથ્યાત્વભાવ તેના અભાવ વિના સમ્યગ્દ્રષ્ટિપણું હોઈ શકતું નથી. રાગના કર્તાપણાના ભાવ વિનાનું સમ્યગ્દ્રષ્ટિપણું છે. અહાહા...! ચૈતન્ય મહાસત્તા સાક્ષાત્ પરમાત્મસ્વરૂપે અંદર બિરાજે છે તેને રાગ કરું એવી બુદ્ધિના અભાવ વિના સમ્યગ્દ્રષ્ટિપણું સંભવિત નથી. હવે કહે છે-
‘રાગદ્વેષમોહના અભાવમાં તેને (સમ્યગ્દ્રષ્ટિને) દ્રવ્યપ્રત્યયો પુદ્ગલકર્મનું (અર્થાત્ પુદ્ગલકર્મના બંધનનું) હેતુપણું ધારતા નથી કારણ કે દ્રવ્યપ્રત્યયોને પુદ્ગલકર્મના હેતુપણાના હેતુઓ રાગાદિક છે.’ મતલબ કે જીવ જો રાગદ્વેષમોહભાવે પરિણમે તો જડકર્મનો ઉદય છે તે નવા બંધનું કારણ થાય છે. પરંતુ જ્ઞાનીને તો રાગદ્વેષમોહભાવ છે નહિ તેથી તેને પૂર્વના દ્રવ્યકર્મોનો ઉદય નવા બંધનો હેતુ થતો નથી. નવા બંધના હેતુમાં નિમિત્ત દ્રવ્યકર્મ છે પણ જીવ દ્રવ્યકર્મના ઉદયમાં જોડાઈ રાગદ્વેષમોહ કરે તો તે નવા બંધનો હેતુ થાય છે. અસ્થિરતાના બંધની અહીં વાત નથી.
‘માટે હેતુના અભાવમાં હેતુમાનનો (અર્થાત્ કારણનું જે કારણ તેના અભાવમાં કાર્યનો) અભાવ પ્રસિદ્ધ હોવાથી જ્ઞાનીને બંધ નથી.’ જ્ઞાનીને રાગદ્વેષમોહનો અભાવ હોવાથી નવીન બંધ નથી.
ભાઈ! સંસારની કડાકૂટથી છૂટીને આ તત્ત્વ સાંભળવાનો-સમજવાનો પરિચય કરવો જોઈએ. લૌકિકમાં કાંઈક પુણ્ય સારું હોય અને પાંચ-પચાસ લાખની સંપત્તિ થઈ હોય એટલે ખુશ થાય; પણ ભાઈ! એ તો બધું ધૂળધાણી છે. એ બધાને મારું માને છે એ તો મહામૂર્ખ છે કેમકે આત્મા તો પરદ્રવ્યને અડતોય નથી. આ દીકરા મારા, પત્ની મારી, સંપત્તિ મારી એમ માને પણ એ બધી ચીજ કયાં તારામાં આવી છે? વા તું એમાં કયાં ગયો છે? છતાં એ મારી છે એમ માને એ તો મિથ્યાત્વભાવ છે; એ મિથ્યાત્વભાવના ગર્ભમાં અનંતા જન્મ-મરણનાં દુઃખ પડેલાં છે. સમજાણું કાંઈ...?
ત્યારે કોઈ કહે છે-જેની સાથે હસ્તમેળાપ કરી પરણ્યો હોય, સાથે પચીસ-પચાસ વર્ષ રહ્યો હોય છતાં એ સ્ત્રી પોતાની નહિ?
અરે ભાઈ! એ સ્ત્રી તો તારી નહિ પણ એના પ્રત્યે જે આસક્તિ થાય છે તે