સમયસાર ગાથા-૧૭૭-૧૭૮ ] [ ૩૧૯ એણે આ વાત સાંભળી પરંતુ રાગથી ભિન્ન પડવાની વાત એને રુચિ નહિ. તેથી તો કહ્યું છે કે-‘કેવળી આગળ રહી ગયો કોરો.’ દ્રવ્ય સંયમથી ઠેઠ ગ્રૈવેયક સુધી જઈને આત્માના ભાન વિના ત્યાંથી મનુષ્ય થઈ, ઢોરમાં જઈ નરક-નિગોદમાં જીવ ચાલ્યો જાય છે. આવી વાત છે, ભાઈ!
અહો! આ તો ખૂબ ગંભીર વાત છે! કુંદકુંદાચાર્યનાં શાસ્ત્રો એટલે સીધી ભગવાનની વાણી. વળી એ મહા દિગંબર સંત પોતાના નિજવૈભવથી વાત કરી રહ્યા છે. સમયસાર ગાથા પ માં પરમગુરુ સર્વજ્ઞદેવ એટલે ભગવાન મહાવીર આદિ સર્વજ્ઞ-દેવો-ત્યાંથી શરૂ કરીને મારા ગુરુ પર્યંત બધા નિર્મળ વિજ્ઞાનઘનસ્વભાવમાં મગ્ન હતા એમ કહ્યું છે. ત્યાં મહાવ્રત પાળતા હતા કે નગ્ન દિગંબર હતા એમ વાત લીધી નથી. અરે! કેવળી બધાને જાણે છે એમ પણ ત્યાં લીધું નથી. તેઓ નિર્મળ વિજ્ઞાનઘનસ્વભાવમાં મગ્ન હતા એમ કહ્યું છે. અહો! શું શૈલી છે! વળી ત્યાં જ કહ્યું છે કે-એમનાથી ‘‘પ્રસાદરૂપે અપાયેલ’’ અર્થાત્ એમણે કૃપા કરીને શુદ્ધાત્મતત્ત્વનો ઉપદેશ આપ્યો; અમે લાયક હતા માટે અમને ઉપદેશ આપ્યો એમ ત્યાં ન કહ્યું. જુઓ, કેવી નમ્રતા!
સમયસાર ગાથા પ માં ભગવાને કહ્યું ને મેં સાંભળ્યું તે હું કહું છું એમ ન કહ્યું પણ હું મારા નિજ વૈભવથી કહું છું એમ આચાર્યદેવે કહ્યું છે. અહા! આ તો શૈલી જ જુદી છે! આમાં તો અંતરનિમગ્નતાપૂર્વક સ્વાનુભવની જ પ્રધાનતા છે. સ્વાનુભવ વિના ભગવાન પાસેથી સાંભળ્યું છે માટે ભગવાનનો આશય જ અજ્ઞાનીની વાણીમાં આવે એમ હોતું નથી. માટે જ જ્ઞાનીના ઉપદેશનું નિમિત્ત બનતાં મુમુક્ષુ જીવે સૌ પ્રથમ સ્વાનુભવ સહિત સમ્યગ્દર્શન પ્રગટ કરવું એ જ મુખ્ય છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં લીધું છે કે અજ્ઞાનીનો ઉપદેશ સમ્યગ્દર્શન પ્રાપ્ત થવામાં નિમિત્ત થતો નથી. તથા જ્ઞાની પાસેથી સાંભળેલું હોય છતાં મિથ્યાદ્રષ્ટિના ઉપદેશમાં ભલે તે વીતરાગની વાત કહેતો હોય છતાં કારણવિપરીતતા, ભેદાભેદવિપરીતતા અને સ્વરૂપવિપરીતતા આવ્યા વિના રહેતી નથી. તેથી તો આચાર્યદેવે કહ્યું કે હું કહું છું તે સ્વાનુભવથી પ્રમાણ કરવું. (શ્રોતા અને વક્તા બંનેમાં સ્વાનુભવની જ મુખ્યતા છે).
અહીં કહે છે-સમ્યગ્દ્રષ્ટિને રાગદ્વેષમોહ નથી કારણ કે સમ્યગ્દ્રષ્ટિપણાની અન્યથા અનુપપત્તિ છે અર્થાત્ રાગદ્વેષમોહના અભાવ વિના સમ્યગ્દ્રષ્ટિપણું બનતું નથી. સમ્યગ્દ્રષ્ટિને રાગદ્વેષમોહ નથી એટલે કે રાગાદિ કરવા લાયક છે એવી બુદ્ધિ સમ્યગ્દ્રષ્ટિને નથી. અનંતાનુબંધીના રાગદ્વેષ એને નથી અને જે કિંચિત્ રાગ છે એનું એને સ્વામિત્વ નથી. સમ્યગ્દ્રષ્ટિએ તો રાગરહિત આખો ભગવાન આત્મા પર્યાયમાં પ્રસિદ્ધ કર્યો છે. ક્ષણિક કૃત્રિમ અવસ્થાથી પોતાનું સહજ ત્રિકાળી ચૈતન્યતત્ત્વ ભિન્ન છે એવું એના પરિચયમાં અને વેદનમાં આવી ગયું છે. સમ્યગ્દ્રષ્ટિએ રાગથી લાભ