Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1798 of 4199

 

સમયસાર ગાથા-૧૭૯-૧૮૦ ] [ ૩૩૭

(अनुष्टुभ्)
इदमेवात्र तात्पर्यं हेयः शुद्धनयो न हि।
नास्ति बन्धस्तदत्यागात्तत्त्यागाद्बन्ध एव हि।। १२२।।
(शार्दूलविक्रीडित)
धीरोदारमहिम्न्यनादिनिधने बोधे निबध्नन्धृतिं
त्याज्यः शुद्धनयो न जातु कृतिभिः सर्वङ्कषः कर्मणाम्।
तत्रस्थाः स्वमरीचिचक्रमचिरात्संह्य्त्य निर्यद्बहिः
पूर्ण ज्ञानघनौघमेकमचलं पश्यन्ति शान्तं महः।। १२३।।

આનું દ્રષ્ટાંત જગતમાં પ્રસિદ્ધ-જાણીતું છે); કારણ કે ઉદરાગ્નિ, પુરુષે ગ્રહેલા આહારને રસ, રુધિર, માંસ આદિ ભાવે પરિણમાવે છે એમ જોવામાં આવે છે.

ભાવાર્થઃ– જ્ઞાની શુદ્ધનયથી છૂટે ત્યારે તેને રાગાદિભાવોનો સદ્ભાવ થાય છે,

રાગાદિભાવોના નિમિત્તે દ્રવ્યાસ્રવો અવશ્ય કર્મબંધના કારણ થાય છે અને તેથી કાર્મણવર્ગણા બંધરૂપે પરિણમે છે. ટીકામાં જે એમ કહ્યું છે કે “દ્રવ્યપ્રત્યયો પુદ્ગલકર્મને બંધરૂપે પરિણમાવે છે”, તે નિમિત્તથી કહ્યું છે. ત્યાં એમ સમજવું કે “દ્રવ્યપ્રત્યયો નિમિત્તભૂત થતાં કાર્મણવર્ગણા સ્વયં બંધરૂપે પરિણમે છે”.

હવે આ સર્વ કથનના તાત્પર્યરૂપ શ્લોક કહેછેઃ-

શ્લોકાર્થઃ– [अत्र] અહીં [इदम् एव तात्पर्य] આ જ તાત્પર્ય છે કે [शुद्धनयः न हि हेयः] શુદ્ધનય ત્યાગવાયોગ્ય નથી; [हि] કારણ કે [तत्–अत्यागात् बन्धः नास्ति] તેના અત્યાગથી (કર્મનો) બંધ થતો નથી અને [तत्–त्यागात् बन्धः एव] તેના ત્યાગથી બંધ જ થાય છે. ૧૨૨.

ફરી, ‘શુદ્ધનય છોડવાયોગ્ય નથી’ એવા અર્થને દ્રઢ કરનારું કાવ્ય કહે છેઃ-

શ્લોકાર્થઃ– [धीर–उदार–महिम्नि अनादिनिधने बोधे धृतिं निबध्नन् शुद्धनयः] ધીર (ચળાચળતા રહિત) અને ઉદ્રાર (સર્વ પદાર્થોમાં વિસ્તારયુક્ત) જેનો મહિમા છે એવા અનાદિનિધન જ્ઞાનમાં સ્થિરતા બાંધતો (અર્થાત્ જ્ઞાનમાં પરિણતિને સ્થિર રાખતો) શુદ્ધનય- [कर्मणाम् सर्वकषः] કે જે કર્મોને મૂળથી નાશ કરનારો છે તે- [कृतिभिः] પવિત્ર ધર્મી (સમ્યગ્દ્રષ્ટિ) પુરુષોએ [जातु] કદી પણ [न त्याज्यः] છોડવાયોગ્ય નથી. [तत्रस्थाः] શુદ્ધનયમાં સ્થિત તે પુરુષો, [बहिः निर्यत् स्वमरीचि–चक्रम् अचिरात् संह्य्त्य] બહાર નીકળતા એવા પોતાનાં જ્ઞાનકિરણોના