मंसवसारुहिरादी भावे उदरग्गिसंजुत्तो।। १७९।।
बज्झंते कम्मं ते णयपरिहीणा दु ते जीवा।। १८०।।
मांसवसारुधिरादीन् भावान् उदराग्निसंयुक्तः।। १७९।।
बध्नन्ति कर्म ते नयपरिहीनास्तु ते जीवाः।। १८०।।
હવે આ જ અર્થને દ્રષ્ટાંત દ્વારા દ્રઢ કરે છેઃ-
બહુવિધ માંસ, વસા અને રુધિરાદિ ભાવે પરિણમે; ૧૭૯.
બહુવિધ બાંધે કર્મ, જો જીવ શુદ્ધનયપરિચ્યુત બને. ૧૮૦.
આહાર [सः] તે [उदराग्निसंयुक्तः] ઉદરાગ્નિથી સંયુક્ત થયો થકો [अनेकविधम्] અનેક પ્રકારે [मांसवसारुधिरादीन्] માંસ, વસા, રુધિર આદિ [भावान्] ભાવોરૂપે [परिणमति] પરિણમે છે, [तथा तु] તેમ [ज्ञानिनः] જ્ઞાનીને [पूर्व बद्धाः] પૂર્વે બંધાયેલા [ये प्रत्ययाः] જે દ્રવ્યાસ્રવો છે [ते] તે [बहुविकल्पम्] બહુ પ્રકારનાં [कर्म] કર્મ [बध्नन्ति] બાંધે છે;- [ते जीवाः] એવા જીવો [नयपरिहीनाः तु] શુદ્ધનયથી ચ્યુત થયેલા છે. (જ્ઞાની શુદ્ધનયથી ચ્યુત થાય તો તેને કર્મ બંધાય છે.)
પૂર્વબદ્ધ દ્રવ્યપ્રત્યયો, પોતાને (-દ્રવ્યપ્રત્યયોને) કર્મબંધના હેતુપણાના હેતુનો સદ્ભાવ થતાં હેતુમાન ભાવનું (-કાર્યભાવનું) અનિવાર્યપણું હોવાથી, જ્ઞાનાવરણાદિ ભાવે પુદ્ગલકર્મને બંધરૂપે પરિણમાવે છે. અને આ અપ્રસિદ્ધ પણ નથી (અર્થાત્