Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1804 of 4199

 

સમયસાર ગાથા ૧૭૯-૧૮૦ ] [ ૩૪૩ છે અને અંદર પુણ્ય અને પાપના પરિણામ થાય તે પણ ક્ષણિક અને નાશવાન છે. એના પ્રેમમાં જે ફસ્યો એ દુઃખના પંથે છે. ભાઈ! ભગવાન તો એમ કહે છે કે રાગ છે તે વ્યભિચાર છે. શુદ્ધ આત્માની રુચિ છોડીને રાગના પ્રેમમાં ફસ્યો તે વ્યભિચારી છે. પદ્મનંદી પંચવિંશતિમાં કહ્યું છે કે-પોતાના શુદ્ધ ચૈતન્યસ્વભાવથી ખસી શાસ્ત્રમાં જે બુદ્ધિ જાય છે તે બુદ્ધિ વ્યભિચારિણી છે. અહાહા...! પ્રભુ! એકવાર સાંભળ તો ખરો કે તું કોણ છો? પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદસ્વરૂપ તું ભગવાન આત્મા છો. આવા સ્વરૂપથી ખસીને શુભરાગના પ્રેમમાં પડવું તે વ્યભિચાર છે. ગજબ વાત છે, પ્રભુ! અહીં કહે છે-તું તારા સ્વરૂપના પ્રેમથી ખસી જાય છે ત્યારે તને રાગાદિભાવોનો સદ્ભાવ થાય છે અર્થાત્ મિથ્યાત્વસહિત રાગ-દ્વેષની ઉત્પત્તિ થાય છે.

હવે કહે છે-‘રાગાદિભાવોના નિમિત્તે દ્રવ્યાસ્રવો અવશ્ય કર્મબંધનાં કારણ થાય છે અને તેથી કાર્મણવર્ગણા બંધરૂપે પરિણમે છે.’ શું કહ્યું આ? અંદર શુદ્ધ જ્ઞાનાનંદનો મીઠો મધુરો અમૃતમય મહેરામણ ઉછળી રહ્યો છે. તેની રુચિમાંથી છૂટી રાગના પ્રેમમાં આવ્યો એટલે જૂનાં કર્મ જે પડયાં હતાં તે નવા બંધમાં નિમિત્ત થાય છે. અહીં એમ કહેવું છે કે મિથ્યાત્વસંબંધી રાગ-દ્વેષ ઉત્પન્ન થતાં જૂનાં કર્મ નવા બંધમાં નિમિત્ત કારણ થાય છે.

અહાહા...! આત્મા ત્રણલોકનો નાથ ભગવાન પોતે જ્ઞાનાનંદસ્વભાવનો મોટો મહેરામણ-દરિયો છે. અંતરમાં આવો અતીન્દ્રિય આનંદનો સાગર ઉછળે તે કદી માઝા ન મૂકે.

‘ચેલૈયો સત્ ન ચૂકે’ એવી વૈષ્ણવમાં એક ચેલૈયાની કથા આવે છે. ચેલૈયો કરીને એક છોકરો હતો. એક દિવસે એના ઘરે ભિક્ષા માટે એક બાવો આવ્યો. તેણે ભિક્ષામાં ચેલૈયાનું માંસ માગ્યું. ચેલૈયાના બાપે કહ્યું-દીકરો અત્યારે નિશાળે ગયો છે; એ આવે એટલે એને કાપીને માંસ આપું. નિશાળમાં ચેલૈયાને ખબર પડી કે આ માટે મને ઘેર બોલાવ્યો છે. તો તે બોલ્યો-‘ચેલૈયો સત્ ન ચૂકે.’ ગમે તે થાઓ, હું પિતાની આજ્ઞાનો ભંગ ન કરું, મર્યાદા-માઝા ન મૂકું. એમ અહીં કહે છે-આત્મા સચ્ચિદાનંદ જ્ઞાનાનંદનો દરિયો પ્રભુ એની માઝા મૂકીને (સ્વભાવ મૂકીને) રાગમાં ન જાય અને અરાગી આત્માની દ્રષ્ટિ જેને થઈ છે તે જ્ઞાની સ્વભાવને છોડીને વ્રતાદિના પ્રેમમાં રુચિમાં ન જાય. આવી વાતુ! સમજાણું કાંઈ...? બાપુ! એણે (સ્વરૂપની) સમજણ વિના દુઃખના પંથે અનંતકાળ કાઢયો. આ શરીરની જુવાની અને પાંચ-પચાસ લાખ રૂપિયાની હોંશુ એ તો બધી ઝેરની હોંશુ છે. અરે! અંદર અમૃતનો સાગર ભગવાન આત્મા છે તેની એણે ઓળખાણ અને રુચિ કરી નહિ!

અહીં કહે છે-એવા અમૃતના સાગર ભગવાન આત્માની એકવાર રુચિ આવી