Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1828 of 4199

 

સમયસાર ગાથા ૧૮૧ થી ૧૮૩ ] [ ૩૬૭ હતા, પરંતુ અમૃતચંદ્રાચાર્યદેવ ભગવાન પાસે ગયા નહોતા. પણ તેથી શું? પોતાના ચિદાનંદ ભગવાન પાસે તો ગયા હતા ને? એથી જ તેઓ કહે છે-અમે આસ્રવ ઉપર વિજય મેળવ્યો છે, આસ્રવને પછાડયો છે, દૂર કર્યો છે. હવે અમને કેવળજ્ઞાન થશે પણ આસ્રવ થશે નહિ.

‘આસ્રવનો તિરસ્કાર કર્યો’-એટલે કે શુભભાવનો આદર છોડયો અને પોતાના ચૈતન્યસ્વભાવનો આદર કર્યો. જ્યાંસુધી શુભભાવનો આદર હતો ત્યાંસુધી મિથ્યાત્વ હતું. સ્વભાવનો આદર કરતાં જ આસ્રવ તિરસ્કૃત થયો. પોતે પોતામાં ગયો ત્યાં આસ્રવ છૂટી ગયો. બાપુ! અનાદિથી તું રાગને પડખે ચઢીને જન્મ-મરણના ચક્રાવામાં હેરાન થઈને મરી ગયો. અહીં જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાનના પડખે જે ચડયા તે કહે છે-અમે ચડયા તે ચડયા, હવે અમે પાછા પડવાના નથી.

જેમ મોટા પત્થરને વચમાં તડ-સાંધ હોય છે. ત્યાં કાણું પાડી સુરંગ ચાંપતાં હજારો મણ પથ્થરના જુદા કટકા થઈ જાય છે. તેમ ભગવાન આત્મા-અતીન્દ્રિય મહાપદાર્થ પ્રભુ કારણ પરમાત્મા અને રાગ વચ્ચે તડ છે, સાંધ છે. ત્યાં પ્રજ્ઞાછીણી નાખતાં ફડાક દઈને આત્મા અને રાગ જુદા પડી જાય છે.

ત્યારે એક ભાઈ પૂછતા હતા કે તમે આત્માને કારણપરમાત્મા કહો છો તો કાર્ય જે આવવું જોઈએ તે કેમ આવતું નથી?

સમાધાનઃ– ભાઈ! જેણે વિશ્વાસમાં ભગવાન પૂર્ણાનંદમય કારણપરમાત્માનો સ્વીકાર કર્યો તેને કારણનું કાર્ય સમકિત આવ્યા વિના રહે નહિ. પણ કારણ પરમાત્મા ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્માનો વિશ્વાસ છે તને? અનાદિથી એક સમયની પર્યાયમાં રમતું માંડી છે, પર્યાયને જ પોતાનું સ્વરૂપ માન્યું છે. ભાઈ! તું પુણ્ય કરી-કરીને અનંતવાર નવમી ગ્રૈવેયક ગયો, તને નવપૂર્વની લબ્ધિ પણ થઈ, પરંતુ કારણપરમાત્મામાં દ્રષ્ટિ કરી તેને જાણ્યો નહિ; શુભભાવ અને જ્ઞાનના ઉઘાડની પર્યાયની રુચિ કરી પણ બાપુ! ભગવાન આત્મા ત્રિકાળી દ્રવ્ય કારણપરમાત્મા પ્રભુ એક સમયની પર્યાય જેટલો નથી. એક સમયની પર્યાયમાં ત્રિકાળી ભગવાન જ્ઞાયકનું જ્ઞાન આવે પણ ભગવાન જ્ઞાયક ન આવે. અહાહા...! અનંતગુણનો સાગર ભગવાન આત્મા છે; તેનું પુરું જ્ઞાન પર્યાયમાં આવે, એની પૂરી શ્રદ્ધા પર્યાયમાં થાય પણ વસ્તુ ત્રિકાળી તો ભિન્ન જ રહે. આવા ત્રિકાળી અખંડ એકરૂપ ચૈતન્યદ્રવ્ય-કારણપરમાત્માનો અંતઃસન્મુખ થઈ વિશ્વાસ કરતાં સમકિત આદિ કાર્ય પ્રગટ થાય છે. સમજાણું કાંઈ...?

ભાઈ...! આત્મા તો આત્મા છે; એની દ્રષ્ટિ અને સ્થિરતાની જરૂર છે. એના કાર્ય માટે બહુ પંડિતાઈની-ક્ષયોપશમની જરૂર છે એમ નથી. પશુનો આત્મા પણ એની રુચિ કરીને સમકિત પામે છે. હજારો યોજનના લાંબા મગરમચ્છને પણ સમ્યગ્દર્શન