૩૬૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ વર્તમાનમાં ક્ષયોપશમભાવે પણ એ ક્ષયોપશમ સમકિત પડે નહિ (પડીને મિથ્યાત્વ ન થાય) પણ તેનો વ્યય થઈને ક્ષાયિક સમ્યગ્દર્શન જ થાય. આનંદઘનજીમાં આવે છે કે-
અનંતગુણના પરિવાર (આત્મા) સાથે સમકિતમાં સગાઈ કરી છે; હવે અમે કેવળજ્ઞાન સાથે લગ્ન કરીશું જ. જુઓ તો ખરા કેવી વાત છે! કહે છે-અમોએ સદાને માટે વિજય મેળવ્યો છે. હવે પછી અમને સંવર ટળીને આસ્રવ થવાનો નથી.
હિંસા, જૂઠ, ચોરી, વિષય-વાસના એ બધો પાપ-આસ્રવ છે અને વ્રત, તપ, ભક્તિ વગેરે પુણ્ય-આસ્રવ છે. અનાદિથી બન્ને આસ્રવ ગર્વ કરતા હતા કે-અમારી જીત છે. પરંતુ અહીં કહે છે-જ્ઞાનાનંદસ્વરૂપ જે ચૈતન્યલક્ષ્મીનો ભંડાર ભગવાન આત્મા તેનો અમે આશ્રય કર્યો છે અને તેથી આસ્રવને પછાડીને (-દૂર કરીને) અમને જે સંવર પ્રગટ થયો છે તેણે હવે શાશ્વત વિજય મેળવ્યો છે; અનંતકાળમાં હવે અમે પાછા પડવાના નથી.
જેમ મોટાનાં કહેણ પાછાં ફરે નહિ તેમ અહીં કહે છે-અમોને જ્ઞાનનું (ભેદજ્ઞાનનું) બળ પ્રાપ્ત થયું છે, અમે કેવળજ્ઞાનને વરવા નીકળ્યા છીએ તે અમે પાછા ફરીશું નહિ. અહાહા...! કુંદકુંદાચાર્યદેવ પછી હજાર વર્ષે થયેલ આચાર્ય અમૃતચંદ્રદેવે ગજબની વાત કરી છે. અવધિ, મનઃપર્યય અને કેવળજ્ઞાનનો ભલે વિરહ હો, પણ અંદરના ચિદાનંદ ભગવાનનો વિરહ તૂટી ગયો છે. સચ્ચિદાનંદ પ્રભુ આત્માના અમને ભેટા થયા છે અને એની દ્રષ્ટિપૂર્વક અમે એમાં ઠર્યા છીએ તેથી અમે કહીએ છીએ કે અમે સદાય માટે આસ્રવ ઉપર વિજય મેળવ્યો છે. હવે આસ્રવ વિજય પામે અને મિથ્યાત્વ અને રાગદ્વેષ થાય એમ કદીય બનશે નહિ. અહો! શું અપ્રતિહત ભાવ અને શું માંગલિક! અહો! અસાધારણ માંગલિક કર્યું છે! આવી વાત બીજે કયાંય છે નહિ.
ભગવાન (મહાવીર) પછી પંદરસો વર્ષે આચાર્ય અમૃતચંદ્ર થયા તે કહે છે- અમને પૂર્ણાનંદનો નાથ ભગવાન આત્માના ભેટા થયા છે અને અમે સંવર પ્રગટ કર્યો છે, સમ્યગ્દર્શન- જ્ઞાન અને શાંતિની અદ્ભુત દશા પ્રગટ કરી છે; અમે આસ્રવ ઉપર કાયમી વિજય મેળવ્યો છે. રાગથી ભિન્ન એવું જે ભેદજ્ઞાન અમે પ્રગટ કર્યું છે તે હવે એમ ને એમ રહેશે, રાગમાં એકતા થશે એ વાત હવે છે જ નહિ. અનંતકાળ પર્યંત હવે અમારો વિજયડંકો છે અને આસ્રવની હાર છે. હવે અમે કેવળજ્ઞાન લઈશું જ.
બાપુ! આ તો એકલું માખણ છે. જગત બહારમાં-સ્ત્રીમાં, લક્ષ્મીમાં, બંગલામાં, આબરૂમાં સુખ કલ્પે છે પણ એ તો એકલા ઝેરના પ્યાલા છે અને આ (સંવરની દશા) નિર્વિકલ્પ અમૃતના પ્યાલા છે. કુંદકુંદાચાર્યદેવ તો મહાવિદેહમાં ભગવાન પાસે ગયા