Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 185 of 4199

 

૧૭૮ [ સમયસાર પ્રવચન

વ્યાપનારો છે; આત્મા પરમાં વ્યાપેલો નથી એમ કહેવું છે. પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયમાં વ્યાપીને પોતાનું અસ્તિત્વ છે, પરમાં નહીં. હવે દ્રવ્ય-ગુણ-પર્યાયથી વ્યાપ્ત છે જે આત્મા, તે સમ્યગ્દર્શનનો વિષય નથી. અહીં તો આત્મા પોતાના ગુણ-પર્યાયોમાં વ્યાપે છે એટલું અસ્તિત્વ સિદ્ધ કરવું છે.

વળી તે કેવો છે? ‘शुद्धनयतः एकत्वे नियतस्य’ શુદ્ધનયથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો છે. આત્મા પોતાના જ્ઞાન, દર્શન, આદિ ગુણો અને પર્યાયોમાં વ્યાપનારો હોવા છતાં શુદ્ધનયથી તેને એકપણામાં નિયત કરવામાં આવ્યો છે. જેમાં ગુણ-ગુણીના કે પર્યાયના ભેદો નથી એવો અભેદ એકરૂપ ત્રિકાળી આત્મા શુદ્ધનય વડે બતાવવામાં આવ્યો છે. વળી તે કેવો છે? ‘पूर्ण–ज्ञान–घनस्य’ પૂર્ણજ્ઞાનઘન છે. જેમાં પર્યાય કે ભેદનો પ્રવેશ નથી એવો જ્ઞાનસ્વરૂપ સર્વજ્ઞસ્વભાવી છે. અહીં જ્ઞાનગુણની પ્રધાનતાથી કથન છે. શુદ્ધનય આત્મવસ્તુને ત્રિકાળ એકરૂપ અભેદ જ્ઞાયકમાત્ર ચૈતન્યઘનસ્વરૂપ દેખાડે છે અને તે સમ્યગ્દર્શનનો વિષય છે. તેમાં એકાગ્ર થતાં સમ્યગ્દર્શન થાય છે.

‘च’ વળી ‘तावान् अयं आत्मा’ જેટલું સમ્યગ્દર્શન છે તેટલો જ આ આત્મા છે. પૂર્ણજ્ઞાનઘન એકરૂપ જે આત્મા તેના આશ્રયે જે પ્રતીતિ-શ્રદ્ધા થઈ, સમ્યગ્દર્શન થયું તે આત્માનું પરિણામ છે તેથી જેટલું સમ્યગ્દર્શન છે તેટલો આત્મા છે એમ કહ્યું છે. સમ્યગ્દર્શનનું પરિણામ આત્માથી ભિન્ન નથી.

હવે આચાર્ય પ્રાર્થના કરતાં કહે છે.- ‘इमाम् नवतत्त्व–सन्ततिं मुक्त्वा’ નવતત્ત્વની પરિપાટીને છોડીને ‘अयम् आत्मा एकः अस्तु नः’ આ આત્મા એક જ અમને પ્રાપ્ત હો. અહીં નવ તત્ત્વ કહ્યાં. તેમાં જીવ-અજીવ દ્રવ્યો છે. દયા દાનના પરિણામ પુણ્ય છે, તથા હિંસા, જૂઠ, ચોરી આદિ પાપ છે. પુણ્ય અને પાપ બંને આસ્રવ છે. એ નવા કર્મ આવવાનું કારણ છે. તેને રોકનાર સંવર છે. વિશેષ શુદ્ધિ થાય તે નિર્જરા છે. તથા બંધ છે તે કર્મ બંધાવામાં નિમિત્ત છે. પરિપૂર્ણ શુદ્ધદશા થાય તે મોક્ષ છે. અહીં આચાર્ય કહે છે કે આ નવતત્ત્વની પરિપાટીને છોડીને શુદ્ધનયનો વિષય જે ધ્રુવ આત્મા તે અમોને પ્રાપ્ત થાઓ, બીજું કાંઈ ચાહતા નથી. આ વીતરાગી અવસ્થાની પ્રાર્થના છે. કોઈ નયપક્ષ નથી. નિશ્ચયનયનો એકનો પક્ષ છે અને બીજો પક્ષ છે જ નહીં એમ નથી. (એકલો નિશ્ચયનય જ છે અને વ્યવહારનય નથી એમ નથી) નિશ્ચયનો પક્ષ એકાંત કર્યા કરે તો મિથ્યાત્વ થશે. (વ્યવહારનય વિષયને જાણવામાં થી પણ કાઢી નાખે તો મિથ્યાત્વ થશે) અહીં તો રાગ અને ભેદ પર લક્ષ જતાં રાગ થાય છે માટે એક અભેદના અનુભવની, વીતરાગતાની પ્રાર્થના કરી છે. આ એક જ પ્રાપ્ત થાઓ એટલે રાગ અને