સમયસાર ગાથા-૧૮૭ થી ૧૮૯ ] [ ૪૧પ [स्थितः] સ્થિત થયો થકો [च] અને [अन्यस्मिन्] અન્ય (વસ્તુ) ની [इच्छाविरतः] ઇચ્છાથી વિરમ્યો થકો, [यः आत्मा] જે આત્મા, [सर्वसङ्गमुक्तः] (ઈચ્છારહિત થવાથી) સર્વ સંગથી રહિત થયો થકો, [आत्मानम्] (પોતાના) આત્માને [आत्मना] આત્મા વડે [ध्यायति] ધ્યાવે છે- [कर्म नोकर्म] કર્મ અને નોકર્મને [न अपि] ધ્યાતો નથી, [चेतयिता] (પોતે) ૧ચેતયિતા (હોવાથી) [एकत्वम्] એકત્વને જ [चिन्तयति] ચિંતવે છે-ચેતે છે- અનુભવે છે, [सः] તે (આત્મા), [आत्मानं ध्यायन्] આત્માને ધ્યાતો, [दर्शनज्ञानमयः] દર્શનજ્ઞાનમય અને [अनन्यमयः] ૨અનન્યમય થયો થકો [अचिरेण एव] અલ્પ કાળમાં જ [कर्मप्रविमुक्तम्] કર્મથી રહિત [आत्मानम्] આત્માને [लभते] પામે છે.
દ્રઢતર (અતિ દ્રઢ) ભેદવિજ્ઞાનના અવલંબનથી આત્મા વડે જ અત્યંત રોકીને, શુદ્ધદર્શનજ્ઞાનરૂપ આત્મદ્રવ્યમાં સારી રીતે પ્રતિષ્ઠિત (સ્થિર) કરીને, સમસ્ત પરદ્રવ્યની ઇચ્છાના ત્યાગ વડે સર્વ સંગથી રહિત થઈને, નિરંતર અતિ નિષ્કંપ વર્તતો થકો, કર્મ-નોકર્મનો જરા પણ સ્પર્શ કર્યા વિના પોતાના આત્માને જ આત્મા વડે ધ્યાતો થકો, પોતાને સહજ ચેતયિતાપણું હોવાથી એકત્વનેજ ૩ચેતે છે (-જ્ઞાનચેતનારૂપ રહે છે), તે જીવ ખરેખર, એકત્વ-ચેતન વડે અર્થાત્ એકત્વના અનુભવન વડે (પરદ્રવ્યથી) અત્યંત ભિન્ન ચૈતન્યચમત્કારમાત્ર આત્માને ધ્યાતો, શુદ્ધદર્શનજ્ઞાનમય આત્મદ્રવ્યને પ્રાપ્ત થયો થકો, શુદ્ધ આત્માની ઉપલબ્ધિ (પ્રાપ્તિ) થતાં સમસ્ત પરદ્રવ્યમયપણાથી અતિક્રાંત થયો થકો, અલ્પ કાળમાં જ સર્વ કર્મથી રહિત આત્માને પામેછે. આ સંવરનો પ્રકાર (રીત) છે.
યોગોથી પોતાના આત્માને ભેદજ્ઞાનના બળ વડે ચળવા ન દે, પછી તેને શુદ્ધદર્શનજ્ઞાનમય આત્મસ્વરૂપમાં નિશ્ચળ કરે અને સમસ્ત બાહ્ય-અભ્યંતર પરિગ્રહથી રહિત થઇને કર્મ-નોકર્મથી ભિન્ન પોતાના સ્વરૂપમાં એકાગ્ર થઇ તેને જ અનુભવ્યા કરે અર્થાત્ તેના જ ધ્યાનમાં રહે, તે જીવ આત્માને ધ્યાવાથી દર્શનજ્ઞાનમય થયો થકો અને પરદ્રવ્યમયપણાને ઓળંગી ગયો થકો અલ્પ કાળમાં સમસ્ત કર્મથી મુક્ત થાય છે. આ સંવર થવાની રીત છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ- _________________________________________________________________ ૧. ચેતયિતા = ચેતનાર; દેખનાર-જાણનાર. ર. અનન્યમય = અન્યમય નહિ એવો ૩. ચેતવું = અનુભવવું; દેખવું-જાણવું.