Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1877 of 4199

 

૪૧૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬

(मालिनी)
निजमहिमरतानां भेदविज्ञानशक्तया
भवति नियतमेषां शुद्धतत्त्वोपलम्भः।
अचलितमखिलान्यद्रव्यदूरेस्थितानां
भवति सति च तस्मिन्नक्षयः कर्ममोक्षः।। १२८।।

શ્લોકાર્થઃ– [मेदविज्ञानशक्तया निजमहिमरतानां एषां] જેઓ ભેદવિજ્ઞાનની શક્તિ

વડે નિજ (સ્વરૂપના) મહિમામાં લીન રહે છે તેમને [नियतम्] નિયમથી (ચોક્કસ) [शुद्धतत्त्वोपलम्भः] શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિ [भवीत] થાય છે; [तस्मिन् सति च] શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિ થતાં, [अचलितम् अखिल–अन्यद्रव्य–दूरे–स्थितानां] અચલિતપણે સમસ્ત અન્યદ્રવ્યોથી દૂર વર્તતા એવા તેમને, [अक्षयः कर्ममोक्षः भवति] અક્ષય કર્મમોક્ષ થાય છે (અર્થાત્ ફરીને કદી કર્મબંધ ન થાય એવો કર્મથી છુટકારો થાય છે). ૧ર૮.

* * *
સમયસાર ગાથા ૧૮૭ થી ૧૮૯ઃ મથાળુ

હવે પૂછે છે કે સંવર કયા પ્રકારે થાય છે? સંવર એટલે ધર્મની પહેલી સીડી. અનાદિથી એને રાગની અશુદ્ધિ છે, તે અશુદ્ધિનો નિરોધ થઈ શુદ્ધિ કયા પ્રકારે થાય તેના ઉત્તરરૂપ ગાથા કહે છેઃ-

* ગાથા ૧૮૭ થી ૧૮૯ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘જે જીવ રાગદ્વેષમોહ જેનું મૂળ છે એવા શુભાશુભ યોગમાં વર્તતા આત્માને દ્રઢતર (અતિ દ્રઢ) ભેદવિજ્ઞાનના અવલંબનથી આત્મા વડે જ અત્યંત રોકીને,.. .’

શું કહ્યું આ? કે શુભાશુભભાવનું મૂળ રાગદ્વેષમોહ એટલે મિથ્યાત્વ અને રાગદ્વેષ છે. મિથ્યાત્વ અને રાગદ્વેષ (પરદ્રવ્યો બધાં એક સરખાં જ્ઞેય છે તોપણ આ જ્ઞેય ઠીક અને આ અઠીક છે એવો ભ્રમ). તે શુભાશુભભાવની ઉત્પત્તિનું મૂળ છે. એવા શુભાશુભભાવમાં વર્તતા આત્માને અતિ દ્રઢ ભેદજ્ઞાનના અવલંબનથી આત્મા વડે જ અત્યંત રોકાય છે. શુભાશુભભાવ કેમ રોકાય? તો કહે છે કે રાગથી ભિન્ન પડેલા જ્ઞાને કરીને ભગવાન આત્માના આશ્રય વડે જ શુભાશુભભાવ રોકાય છે. શુભાશુભભાવમાં વર્તતા આત્માને રોકવો એ તો ઉપદેશની કથનશૈલી છે. ખરેખર તો ઉપયોગને આત્મામાં રોકવાથી-એકાગ્ર કરવાથી સંવર પ્રગટ થાય છે. અર્થાત્ આત્મા વડે આત્મામાં એકાગ્ર થતાં સંવર થાય છે.

આત્મા કેવો છે? શુદ્ધ દર્શનજ્ઞાનરૂપ ભગવાન આત્મા છે. આ દયા, દાન આદિના વિકલ્પ તે આત્મા નહિ, એ તો અનાત્મા છે. આત્મા કોને કહીએ? જે શુદ્ધજ્ઞાનદર્શન-