Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1904 of 4199

 

સમયસાર ગાથા-૧૯૦ થી ૧૯૨ ] [ ૪૪૩

હવે, સંવર અધિકાર પૂર્ણ કરતાં, સંવર થવાથી જે જ્ઞાન થયું તે જ્ઞાનના મહિમાનું કાવ્ય કહે છેઃ-

* કળશ ૧૩૨ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘भेदज्ञान–उच्छलन–कलनात्’ ભેદજ્ઞાન પ્રગટ કરવાના અભ્યાસથી ‘शुद्ध तत्त्व– उपलम्भात्’ શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિ થઈ, શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિથી...

જુઓ, શું કહ્યું? જેને ધર્મ પ્રગટ કરવો છે, જેને સંવર પ્રગટ કરવો છે વા મોક્ષમાર્ગ પ્રગટ કરવો છે તેને ભેદજ્ઞાન પ્રગટ કરવાનો અભ્યાસ કરવો જ ઇષ્ટ છે કેમકે ભેદજ્ઞાન પ્રગટવાથી જ શુદ્ધ તત્ત્વની પ્રાપ્તિ-અનુભવ થાય છે. રાગથી હું ભિન્ન છું એવા અભ્યાસ વડે પોતાને-આત્માને રાગથી અને નિમિત્તથી ભિન્ન પાડે ત્યારે તેને ભેદજ્ઞાનનું ‘उच्छलन’ પ્રગટવું થાય છે અને ત્યારે તેને આત્માની ઉપલબ્ધિરૂપ-અનુભવરૂપ સંવર થાય છે. શું રાગથી સંવર થાય? રાગથી સંવર ન થાય; દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ આદિના રાગથી સંવર ન થાય કેમકે રાગ તો આસ્રવ તત્ત્વ છે. જો રાગથી સંવર થાય એમ કોઈ માને તો તે આસ્રવ અને સંવરને એક માને છે; પણ એની માન્યતા તો મિથ્યાત્વ છે.

અહીં તો આ એક જ સિદ્ધાંત છે કે-નિર્મળાનંદનો નાથ સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ આત્મા, ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશી અને ભાવથી અનંત અનંત જ્ઞાન, સુખ, વીર્ય, આનંદ આદિથી અભિન્ન એવા તેને નિમિત્ત અને રાગથી ભિન્ન પાડતાં અર્થાત્ નિમિત્ત અને રાગનું લક્ષ છોડી દેતાં ભેદજ્ઞાન પ્રગટવાથી સંવર પ્રગટ થાય છે. નિમિત્ત અને વ્યવહારના રાગનો અંતરમાં ભેદ કરવાથી સંવર પ્રગટ થાય છે.

તો શું નિમિત્ત અને વ્યવહારરત્નત્રય નથી હોતાં?

એમ કોણ કહે છે? નિમિત્ત અને વ્યવહારરત્નત્રય હો, પણ એનાથી જુદા પડવાની પ્રક્રિયાથી-ભેદની પ્રક્રિયાથી સંવર પ્રગટ થાય છે એમ વાત છે. નિમિત્ત અને વ્યવહારરત્નત્રય પોતપોતામાં અસ્તિપણે સત્ય છે પણ એનાથી ધર્મ થાય-સંવર થાય એવી માન્યતા અસત્ય છે. સમજાણું કાંઈ...? ભાઈ! અહીં તો આ કહે છે કે-વ્યવહારના રાગથી પણ ભેદ પાડવાનો અભ્યાસ કરીને ભેદવિજ્ઞાન પ્રગટ કરવું એ ધર્મની પહેલામાં પહેલી દશા છે. મિથ્યાદ્રષ્ટિને અનાદિથી રાગ પ્રાપ્ત થતો હતો તે હવે ભેદજ્ઞાનના અભ્યાસ વડે શુદ્ધ આત્માને પ્રાપ્ત થયો એમ કહે છે.

આ સંવર અધિકારનો છેલ્લો કળશ છે ને? એટલે એમાં સાર-સાર વાત કહે છે; કહે છે કે-શરીર, મન, વાણી, દેવ, ગુરુ, શાસ્ત્ર ઇત્યાદિ તો બધું પરદ્રવ્ય છે. એ હો ભલે, પણ આત્મા- ચૈતન્યમહાપ્રભુ એ સર્વથી ભિન્ન છે. વળી દયા, દાન, ભક્તિ આદિના જે ભાવ છે તે રાગ છે. એ હો ભલે, પણ એનાથી પણ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા ભિન્ન છે. આ પ્રમાણે જેમ છે તેમ પરથી-નિમિત્તથી અને રાગથી