સમયસાર ગાથા-૧૯૩ ] [ ૧૩ છે કે જ્ઞાની ભોગોપભોગસામગ્રી વડે-સ્ત્રીનું શરીર, ધન, ભોજન, મકાન ઇત્યાદિ વડે- વિષયરૂપ ઈલાજ કરે છે.
જ્ઞાનીની દ્રષ્ટિ તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં ઠરેલી છે, તેને શુદ્ધનું પરિણમન પણ છે; તોપણ પોતાની બળહીનતાને લીધે તેને રાગ થઈ આવે છે, અને તે રાગની પીડા સહી ન જાય ત્યારે તે તેનો વિષયરૂપ ઈલાજ કરે છે. જુઓ, ક્ષાયિક સમકિતી હોય, અરે તે જ ભવે મોક્ષ જનાર તીર્થંકર જ્યારે ગૃહસ્થદશામાં હોય ત્યારે તેમને ભોગોપભોગસંબંધી રાગ થાય છે અને તેની પીડા સહન થતી નથી ત્યારે ભોગોપભોગ સામગ્રી વડે તેનો તેઓ ઈલાજ પણ કરે છે.
પ્રશ્નઃ– પરદ્રવ્યથી આત્માને કાંઈ પણ લાભ-હાનિ ન થાય એમ જ્ઞાની માને અને વળી પરદ્રવ્ય વડે રાગનો-પીડાનો ઈલાજ કરે એ તે વળી કેવી વાત?
સમાધાનઃ– જુઓ દ્રષ્ટાંત; રોગી રોગનો ઈલાજ કરે છે તેથી શું તે રોગને ભલો જાણે છે? (ના). વળી તે જે ઔષધિ વડે ઈલાજ કરે છે તે ઔષધિને ભલી માને છે? ના. જેમ રોગી રોગને કે તેના ઈલાજરૂપ ઔષધિને ભલાં જાણતો કે માનતો નથી તેમ જેને અંતર્દ્રષ્ટિ-આત્મદ્રષ્ટિ થઈ છે એવો જ્ઞાની ચારિત્રમોહના ઉદયને-કે જે રોગ છે તેને- અને તેના ઈલાજરૂપ ભોગોપભોગ-સામગ્રીને ભલાં જાણતો કે માનતો નથી. જ્ઞાનીને રાગની કે રાગના બાહ્ય ઈલાજની હોંશ નથી. જ્ઞાનીને ભોગોપભોગમાં અને તેની સામગ્રીમાં હરખ કે હોંશ નથી; પરંતુ નિરુપાયે અવશપણે તે એમાં જોડાય છે.
‘સમ્યગ્જ્ઞાન દીપિકા’માં પણ આના જેવી ભાષા-વાત આવે છે. ત્યાં ક્ષુલ્લક શ્રી ધર્મદાસજી એમ કહેવા માગે છે કે-કોઈ સ્ત્રીને માથે પતિ હોય અને કદાચિત્ અવશે કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તેનો દોષ બહાર આવતો નથી; આ તો દાખલો છે. તેથી કરીને ભોગના પરિણામથી પાપ થતું નથી એમ ત્યાં કહેવું નથી. આ દ્રષ્ટાંતની જેમ જેના માથે શુદ્ધ ચૈતન્યમૂર્તિ આનંદરસકંદ પરમાત્મસ્વરૂપ ભગવાન આત્મા સ્વામીપણે વિરાજમાન છે તેને કદાચિત્ અવશે રાગાદિ આવી જાય તો તેનો દોષ બહાર આવતો નથી. ગજબ વાત ભાઈ!
અહીં ગાથામાં તો દ્રષ્ટિનું જોર આપીને એમ કહ્યું કે-જ્ઞાની ભોગને ભોગવવા છતાં તેને નિર્જરા જ થાય છે. જ્ઞાનીને રાગ છે અને તેના ઈલાજરૂપ ભોગોપભોગ છે છતાં તેને નિર્જરાનો હેતુ કહ્યો છે. ઝીણી વાત છે, પ્રભુ! તેથી કરીને ભોગ કરવા (ભોગવવા) ઇષ્ટ છે શું એમ છે? અરે, ભોગોમાં જેને ઇષ્ટપણાની બુદ્ધિ છે એ તો મિથ્યાદ્રષ્ટિ છે, અજ્ઞાની છે. અહીં તો જેની દ્રષ્ટિ ભોગ પર નથી પણ જ્ઞાનસ્વભાવ પર છે એવા સમકિતીને ઉપભોગના કાળે મોહનો ભાવ (નિર્વંશ) ઝરી જાય છે એમ