पगरणचेट्ठा कस्स वि ण य पायरणो त्ति सो होदि।। १९७।।
પ્રકરણ તણી ચેષ્ટા કરે પણ પ્રાકરણ જ્યમ નહિ ઠરે. ૧૯૭.
सेवते] નથી સેવતો અને [असेवमानः अपि] કોઈ નહિ સેવતો છતાં [सेवकः] સેવનારો છે- [कस्य अपि] જેમ કોઈ પુરુષને [प्रकरणचेष्टा] ૧પ્રકરણની ચેષ્ટા (કોઈ કાર્ય સંબંધી ક્રિયા) વર્તે છે [न च सः प्राकरणः इति भवति] તોપણ તે ૨પ્રાકરણિક નથી.
ટીકાઃ–જેમ કોઈ પુરુષ કોઈ પ્રકરણની ક્રિયામાં પ્રવર્તતો હોવા છતાં પ્રકરણનું સ્વામીપણું નહિ હોવાથી પ્રાકરણિક નથી અને બીજો પુરુષ પ્રકરણની ક્રિયામાં નહિ પ્રવર્તતો હોવા છતાં પ્રકરણનું સ્વામીપણું હોવાથી પ્રાકરણિક છે, તેવી રીતે સમ્યગ્દ્રષ્ટિ પૂર્વસંચિત કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા વિષયોને સેવતો હોવા છતાં રાગાદિભાવોના અભાવને લીધે વિષયસેવનના ફળનું સ્વામીપણું નહિ હોવાથી અસેવક જ છે (અર્થાત્ સેવનારો નથી) અને મિથ્યાદ્રષ્ટિ વિષયોને નહિ સેવતો હોવા છતાં રાગાદિભાવોના સદ્ભાવને લીધે વિષયસેવનના ફળનું સ્વામીપણું હોવાથી સેવક જ છે.
ભાવાર્થઃ–કોઈ શેઠે પોતાની દુકાન પર કોઈને નોકર રાખ્યો. દુકાનનો બધો વેપારવણજ-ખરીદવું, વેચવું વગેરે સર્વ કામકાજ-નોકર કરે છે તોપણ તે વેપારી નથી કારણ કે તે વેપારનો અને વેપારના લાભ-નુકસાનનો સ્વામી નથી; તે તો માત્ર નોકર છે, શેઠનો કરાવ્યો બધું કામકાજ કરે છે. જે શેઠ છે તે વેપાર સંબંધી કાંઈ કામકાજ કરતો નથી, ઘેર બેસી રહે છે તોપણ તે વેપારનો અને વેપારના લાભ- _________________________________________________________________ ૧. પ્રકરણ = કાર્ય, ૨. પ્રાકરણિક = કાર્ય કરનારો