સમયસાર ગાથા-૧૯૭ ] [ ૪૭
स्वं वस्तुत्वं कलयितुमयं स्वान्यरूपाप्तिमुक्तया।
स्वस्मिन्नास्ते विरमति परात्सर्वतो रागयोगात्।। १३६।।
નુકસાનનો ધણી હોવાથી તેજ વેપારી છે. આ દ્રષ્ટાંત સમ્યગ્દ્રષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિ પર ઘટાવી લેવું. જેમ નોકર વેપાર કરનારો નથી તેમ સમ્યગ્દ્રષ્ટિ વિષય સેવનારો નથી, અને જેમ શેઠ વેપાર કરનારો છે તેમ મિથ્યાદ્રષ્ટિ વિષય સેવનારો છે.
શ્લોકાર્થઃ– [सम्यग्द्रष्टेः नियतं ज्ञान–वैराग्य–शक्तिः भवति] સમ્યગ્દ્રષ્ટિને
નિયમથી જ્ઞાન અને વૈરાગ્યની શક્તિ હોય છે; [यस्मात्] કારણ કે [अयं] તે (સમ્યગ્દ્રષ્ટિ જીવ) [स्व–अन्य–रूप–आप्ति–मुक्तया] સ્વરૂપનું ગ્રહણ અને પરનો ત્યાગ કરવાની વિધિ વડે [स्वं वस्तुत्वं कलयितुम्] પોતાના વસ્તુત્વનો (યથાર્થ સ્વરૂપનો) અભ્યાસ કરવા માટે, [इदं स्वं च परं] ‘આ સ્વ છે (અર્થાત્ આત્મસ્વરૂપ છે) અને આ પર છે’ [व्यतिकरम्] એવો ભેદ [तत्त्वतः] પરમાર્થે [ज्ञात्वा] જાણીને [स्वस्मिन् आस्ते] સ્વમાં રહે છે (-ટકે છે) અને [परात् रागयोगात्] પરથી-રાગના યોગથી- [सर्वतः] સર્વ પ્રકારે [विरमति] વિરમે છે. (આ રીત જ્ઞાનવૈરાગ્યની શક્તિ વિના હોઈ શકે નહિ.) ૧૩૬.
‘જેમ કોઈ પુરુષ કોઈ પ્રકરણની ક્રિયામાં પ્રવર્તતો હોવા છતાં પ્રકરણનું સ્વામીપણું નહિ હોવાથી પ્રાકરણિક નથી અને બીજો પુરુષ પ્રકરણની ક્રિયામાં નહિ પ્રવર્તતો હોવા છતાં પ્રકરણનું સ્વામીપણું હોવાથી પ્રાકરણિક છે,...’
શું કહ્યું આ? કે જેમ કોઈ છોકરાનાં લગ્ન હોય અને તેના પિતાએ તે સંબંધી કોઈ અન્ય ગૃહસ્થને કામ સોંપ્યું હોય તો તે ગૃહસ્થ તે કામમાં પ્રવર્તે છે, છતાં તે કામમાં તે ગૃહસ્થને સ્વામીપણું નથી તેથી તે કામનો કરનારો નથી, કેમ કે તે ગૃહસ્થ કામ તો છોકરાના પિતા વતી કરે છે. જ્યારે છોકરાનો પિતા તે કામમાં પ્રવર્તતો નથી છતાં તે કામનો પોતે સ્વામી હોવાથી તે કામ તેનું છે, તે કામનો તે કરનારો છે.