સમયસાર ગાથા-૧૯૭ ] [ પપ અંતરમાં મહિમા થવાથી સ્વરૂપ પ્રતિ ઢલણ-વલણ થયું છે એવા સમ્યગ્દ્રષ્ટિને જ્ઞાન અને વૈરાગ્ય બન્ને શક્તિ હોય છે. હવે તેનું કારણ કહે છે કે-
मुक्तया’ સ્વરૂપનું ગ્રહણ અને પરનો ત્યાગ કરવાની વિધિ વડે ‘स्वं वस्तुत्वं कलयितुम्’ પોતાના વસ્તુત્વનો અભ્યાસ કરવા માટે, ‘इदं स्वं च परं’ ‘આ સ્વ છે અને આ પર છે’ ‘व्यतिकरम्’ એવો ભેદ ‘तत्त्वतः’ પરમાર્થે ‘ज्ञात्वा’ જાણીને ‘स्वस्मिन् आस्ते’ સ્વમાં રહે છે અને ‘परात् रागयोगात्’ પરથી-રાગના યોગથી ‘सर्वतः’ સર્વ પ્રકારે ‘विरमति’ વિરમે છે.
પ્રથમ કરવાનું હોય તો આ છે કે સ્વરૂપનું ગ્રહણ અને રાગનો ત્યાગ; અને તે બન્ને સાથે જ હોય છે. શ્રીમદ્ રાજચંદ્રે ટૂંકામાં કહ્યું છે કે-‘તારે દોષે તને બંધન છે, એ સંતની પહેલી શિક્ષા છે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું, પોતે પોતાને ભૂલી જવું.’ પોતાના સ્વરૂપને ભૂલીને પરને પોતાનું માનવું એ મહા અપરાધ છે અને તે પોતાનો અપરાધ છે, કોઈ કર્મને લઈને છે એમ નથી. સંવર અધિકારમાં આવે છે કે-
अस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन।।
જેઓ મુક્તિપદને પામ્યા છે તે રાગથી ભિન્ન પડીને ભેદવિજ્ઞાનથી (મુક્તિ) પામ્યા છે અને જેઓ બંધાયેલા છે તેઓ ભેદવિજ્ઞાનના અભાવને લીધે જ બંધાયેલા છે. (કર્મને કારણે બંધાયેલા છે એમ નહિ).
ભેદવિજ્ઞાનથી મુક્તિ પામ્યા છે એનો અર્થ એ આવ્યો કે વ્યવહારના રાગથી ભિન્ન પડીને મુક્તિ પામ્યા છે, પણ વ્યવહારના રાગથી મુક્તિ પામ્યા છે એમ નહિ. ભાઈ! રાગ છે; અને તેને જાણનાર વ્યવહારનય પણ છે. વ્યવહારનયનો વિષય જ નથી એમ કોઈ કહે તો તે યથાર્થ નથી; પરંતુ તે આશ્રય કરવા લાયક નથી એમ વાત છે, તેને હેય તરીકે જાણવાલાયક છે. પૂર્ણાનંદનો નાથ પ્રભુ આત્મા જ એક આશ્રય કરવા લાયક ઉપાદેય છે.
ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદથી ઠસોઠસ ભરેલો સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ છે; તે સદાય વીતરાગસ્વભાવી અકિંચનસ્વરૂપ છે. દશ ધર્મમાં આકિંચન્ય ધર્મ આવે છે ને? એ તો પ્રગટ અવસ્થાની વાત છે. જ્યારે આ તો આત્માનું સ્વરૂપ જ અકિંચન છે એમ વાત છે. આવા નિજસ્વરૂપનું ગ્રહણ અને પરના ત્યાગ કરવાની વિધિ વડે સમ્યગ્દ્રષ્ટિ સ્વમાં ટકે છે અને પરથી-રાગથી વિરમે છે. જુઓ! આ વિધિ! પૂર્ણાનંદસ્વરૂપનું ગ્રહણ અને દુઃખરૂપ રાગનો-અશુદ્ધતાનો ત્યાગ એ વિધિ છે. એકલી બહારની ચીજ ત્યાગી