સમયસાર ગાથા-૨૦૦ ] [ ૮પ પાંચ-પચાસ લાખ-કરોડની ધૂળ (સંપત્તિ) મળશે; પણ બાપુ! એ તો ધૂળની ધૂળ ધૂળમાં છે. એમાં કયાં આત્મા છે? વા આત્મામાં એ કયાં છે? આ રૂપાળો દેહ છે તેની પણ રાખ થશે, અને ધૂળ (સંપત્તિ) ધૂળમાં રહેશે. અહીં કહે છે-જ્ઞાની કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલા ભાવોને દુઃખમય-ઝેર જેવા હેય જાણે છે અને તેને નિજ સુખમય સ્વભાવના આશ્રયે છોડી દે છે.
અહાહા...! જ્ઞાનમય રહેવું એટલે જ્ઞાનસ્વભાવી નિત્યાનંદસ્વરૂપ ભગવાન આત્મામાં રહેવું-ટકવું અને વિરાગતા એટલે રાગથી ખસવું-એમ બન્નેય જ્ઞાનીને એકસાથે હોય જ છે. ‘આ વાત પ્રગટ અનુભવગોચર છે. એ (જ્ઞાન-વૈરાગ્ય) જ સમ્યગ્દ્રષ્ટિનું ચિહ્ન છે.’ વ્યવહારના રાગને કરવું એ સમ્યગ્દ્રષ્ટિનું ચિહ્ન વા લક્ષણ નથી પણ અંતર્દ્રષ્ટિ વડે સ્વરૂપમાં સાવધાન રહેવું અને રાગથી ખસવું તે સમ્યગ્દ્રષ્ટિનું લક્ષણ છે. આવો માર્ગ છે ભાઈ!
ત્યારે કોઈ કહે છે-જરા સહેલું કરો, વંદના, જાત્રા ઇત્યાદિ પણ કરવું. એમ કહો. જુઓ, પૂજામાં પણ આવે છે કે-
અરે ભાઈ! અજ્ઞાની એકાદ ભવ નરક-પશુમાં ન જાય તોય તેથી એને શું લાભ છે? અજ્ઞાન અને મિથ્યાત્વ રહે તો પછીય પણ તે તિર્યંચાદિમાં જશે જ. સમ્મેદશિખરની વંદનાનો ભાવ પણ શુભરાગ જ છે જેને જ્ઞાની દુઃખમય જાણે છે. સમ્મેદશિખરની લાખ વંદના કરે તોય તે શુભરાગ જ છે, ધર્મ નથી, અને તેને ઉપાદેયગ્રહણ કરવાયોગ્ય માને ત્યાંસુધી તે મિથ્યાદ્રષ્ટિ જ છે, જૈન નહિ.
હવે ‘જે જીવ પરદ્રવ્યમાં આસક્ત-રાગી છે અને સમ્યગ્દ્રષ્ટિપણાનું અભિમાન કરે છે તે સમ્યગ્દ્રષ્ટિ છે જ નહિ; વૃથા અભિમાન કરે છે’-એવા અર્થનું કળશરૂપ કાવ્ય હવે કહે છેઃ-
અહાહા...! મુનિવરને કયાં કોઈનીય પડી છે? તેઓ તો કહે છે-ભાઈ! સત્ય તો આ છે; એમ કે તું માને ગમે તેમ પણ સત્ય તો આ છે. શું? તો કહે છે-
‘अयं अहं स्वयम् सम्यग्द्रष्टिः, मे जातु बन्धः न स्यात्’ આ હું પોતે સમ્યગ્દ્રષ્ટિ છું, મને કદી બંધ થતો નથી ‘इति’ એમ માનીને ‘उत्तान–उत्पुलक–वदनाः’ જેમનું મુખ ગર્વથી ઊંચું તથા પુલકિત થયું છે એવા ‘रागिणः’ રાગી જીવો....
શું કહે છે? અજ્ઞાની જીવ બહારની ક્રિયાથી ગર્વિષ્ઠ થઈ માનવા લાગે છે કે-હું સમ્યગ્દ્રષ્ટિ છું, ધર્મી છું; મને કદી બંધ થતો નથી કેમકે સમ્યગ્દ્રષ્ટિને ભોગની