Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1999 of 4199

 

૮૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ નિર્જરા થઈ જાય છે. માટે હું નિર્જરાવંત છું. આ રાગ આવે છે એ તો ચારિત્રનો દોષ છે, અમને તો અરાગ પરિણામ હોવાથી જે રાગ આવે છે તે ઝરી જાય છે. અહા! પોતાને રાગની અંદર રુચિ પડેલી છે છતાં શાસ્ત્રોમાં આમ કહ્યું છે એમ માની જે ગર્વ કરે છે તેને કહે છે-ભાઈ! તું રાગને પોતાનો માને છે તે મિથ્યાત્વનો દોષ છે. ભગવાન કેવળી સર્વજ્ઞ પરમેશ્વરને શું કહેવું છે તે સમજવાની દરકાર કરતા નથી તેનો મનુષ્યભવ ઢોર સમાન છે. આકરી વાત છે પ્રભુ! પણ સત્ય વાત છે.

પોતાને રાગ છે, રાગનો પ્રેમ છે, છતાં હું ધર્મી છું એમ અજ્ઞાની માને છે, તેને કહે છે-ભાઈ! જેને શુભભાવની રુચિ-પ્રેમ છે, જે શુભભાવને ભલો ને કર્તવ્ય માને છે એ તો મિથ્યાદ્રષ્ટિ છે. તેને સમ્યગ્દર્શન કેવું? આ, ‘જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે’-એમ ગાથાઓ આવીને? તેના ઉપરનો આ કળશ છે. અરે ભાઈ! ભોગ નિર્જરાનો હેતુ કેમ હોય? એ તો જ્ઞાનીએ જ્ઞાનસ્વભાવને આદર્યો છે, તેને નિજ આનંદસ્વરૂપનો આશ્રય વર્તે છે તેથી તેને જે ભોગનો રાગ આવે છે તેનો તે સ્વામી નહિ થતો હોવાથી નવો બંધ કર્યા વિના તે ઝરી જાય છે-એમ ત્યાં વાત છે. શું ભોગ કાંઈ નિર્જરાનો હેતુ હોય? ન હોય. પણ શાસ્ત્રમાં કહ્યું છે એમ જાણી કોઈ ભોગનો અભિપ્રાય રાખે છે તો તે મિથ્યાદ્રષ્ટિ છે. આવી વાત બાપા! બહુ ઝીણી.

ભાઈ! આ મનુષ્યભવ મળ્‌યો છે પણ ભગવાન કેવળી શું કહે છે તે જો સમજવામાં ન આવ્યું તો તે નિષ્ફળ છે. મોટો સાધુ થયો તોય શું? એ જ કહે છે-જેમનું મુખ ગર્વથી ઊંચું તથા પુલકિત થયું છે એવા રાગી જીવો-પરદ્રવ્ય પ્રત્યે રાગદ્વેષમોહભાવવાળા જીવો-‘अपि’ ભલે ‘आचरन्तु’ મહાવ્રતાદિનું આચરણ કરો તથા ‘समितिपरतां आलंबन्तां’ સમિતિની ઉત્કૃષ્ટતાનું આલંબન કરો ‘अद्य अपि’ તોપણ ‘ते पापाः’ તેઓ પાપી જ છે.

શું કહ્યું? પાઠમાં છે, જુઓ-કે ‘रागिणोऽप्याचरन्तु’–રાગી જીવો અહિંસા-પરની દયા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ-એમ પાંચ મહાવ્રતનું આચરણ કરો તો કરો અને જોઈને ચાલવું, નિર્દોષ આહાર લેવો, હિત-મિત બોલવું ઇત્યાદિ ઉત્કૃષ્ટપણે સમિતિનું ભલે આલંબન કરો, તોપણ તેઓ પાપી જ છે, મિથ્યાદ્રષ્ટિ જ છે. કેમ? કેમકે તેમને રાગમાં સુખબુદ્ધિ-ઉપાદેયબુદ્ધિ છે અને તેમણે ચૈતન્યમૂર્તિ-વીતરાગમૂર્તિ પ્રભુ આત્માનો આશ્રય લીધો નથી. તેમને રાગમાં હેયબુદ્ધિ અને નિજ ચૈતન્યસ્વભાવમાં ઉપાદેયબુદ્ધિ થઈ નથી તેથી તેઓ પાપી જ છે. આકરી વાત બાપા! પણ ત્રણેકાળ વીતરાગનો માર્ગ આ જ છે.

ભગવાન આત્મા સદાય રાગરહિત શુદ્ધ ચૈતન્યસ્વરૂપ વીતરાગસ્વરૂપ જ છે. આવો ચિદાનંદઘન પ્રભુ આત્મા જેણે ઉપાદેય-આદરણીય કર્યો છે તેની પરિણતિમાં નિરાકુળ