સમયસાર ગાથા-૨૦૩ ] [ ૧૪૩
अपदान्येव भासन्ते पदान्यन्यानि यत्पुरः।। १३९।।
स्वादं द्वन्द्वमयं विधातुमसहः स्वां वस्तुवृत्तिं विदन्।
आत्मात्मानुभवानुभावविवशो भ्रश्यद्विशेषोदयं
सामान्यं कलयन् किलैष सकलं ज्ञानं नयत्येकताम्।। १४०।।
અનિયત, અનેક, ક્ષણિક, વ્યભિચારી ભાવો છે. આત્મા સ્થાયી છે (-સદા વિદ્યમાન છે) અને તે બધા ભાવો અસ્થાયી છે (-નિત્ય ટકતા નથી), તેથી તેઓ આત્માનું સ્થાન- રહેઠાણ-થઈ શકતા નથી અર્થાત્ તેઓ આત્માનું પદ નથી. જે આ સ્વસંવેદનરૂપ જ્ઞાન છે તે નિયત છે, એક છે, નિત્ય છે, અવ્યભિચારી છે. આત્મા સ્થાયી છે અને આ જ્ઞાન પણ સ્થાયી ભાવ છે તેથી તે આત્માનું પદ છે. તે એક જ જ્ઞાનીઓ વડે આસ્વાદ લેવા યોગ્ય છે.
શ્લોકાર્થઃ– [तत् एकम् एव हि पदम् स्वाद्यं] તે એક જ પદ આસ્વાદવાયોગ્ય છે
[विपदाम् अपदं] કે જે વિપત્તિઓનું અપદ છે (અર્થાત્ જેમાં આપદાઓ સ્થાન પામી શક્તી નથી) અને [यत्पुरः] જેની આગળ [अन्यानि पदानि] અન્ય (સર્વ) પદો [अपदानि एव भासन्ते] અપદ જ ભાસે છે.
ભાવાર્થઃ– એક જ્ઞાન જ આત્માનું પદ છે. તેમાં કોઈ પણ આપદા પ્રવેશી શકતી નથી અને તેની આગળ અન્ય સર્વ પદો અપદસ્વરૂપ ભાસે છે (કારણ કે તેઓ આકુળતામય છે-આપત્તિરૂપ છે). ૧૩૯.
વળી કહે છે કે આત્મા જ્ઞાનનો અનુભવ કરે છે ત્યારે આમ કરે છેઃ- શ્લોકાર્થઃ– [एक–ज्ञायकभाव–निर्भर–महास्वादं समासादयन्] એક જ્ઞાયકભાવથી ભરેલા મહાસ્વાદને લેતો, [એ રીતે જ્ઞાનમાં જ એકાગ્ર થતાં બીજો સ્વાદ આવતો નથી માટે) [द्वन्द्वमयं स्वादं विधातुम् असहः] દ્વંદ્વમય સ્વાદને લેવા અસમર્થ (અર્થાત્ વર્ણાદિક, રાગાદિક તથા ક્ષાયોપશમિક જ્ઞાનના ભેદોનો સ્વાદ લેવાને અસમર્થ). [आत्म– अनुभव–अनुभाव–विवशः स्वां वस्तुवृत्तिं विदन्] આત્માના અનુભવના-સ્વાદના પ્રભાવને આધીન થયો હોવાથી નિજ વસ્તુવૃત્તિને (આત્માની શુદ્ધપરિણતિને)