Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2057 of 4199

 

૧૪૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ જાણતો-આસ્વાદતો (અર્થાત્ આત્માના અદ્વિતીય સ્વાદના અનુભવનમાંથી બહાર નહિ આવતો) [एषः आत्मा] આ આત્મા [विशेष–उदयं भ्रश्यत्] જ્ઞાનના વિશેષોના ઉદયને ગૌણ કરતો, [सामान्यं कलयन् किल] સામાન્યમાત્ર જ્ઞાનને અભ્યાસતો, [सकलं ज्ञानं] સકળ જ્ઞાનને [एकताम् नयति] એકપણામાં લાવે છે-એકરૂપે પ્રાપ્ત કરે છે.

ભાવાર્થઃ– આ એક સ્વરૂપજ્ઞાનના રસીલા સ્વાદ આગળ અન્ય રસ ફિક્કા છે. વળી સ્વરૂપજ્ઞાનને અનુભવતાં સર્વ ભેદભાવો મટી જાય છે. જ્ઞાનના વિશેષો જ્ઞેયના નિમિત્તે થાય છે. જ્યારે જ્ઞાનસામાન્યનો સ્વાદ લેવામાં આવે ત્યારે જ્ઞાનના સર્વ ભેદો પણ ગૌણ થઈ જાય છે, એક જ્ઞાન જ જ્ઞેયરૂપ થાય છે.

અહીં પ્રશ્ન થાય છે કે છદ્મસ્થને પૂર્ણરૂપ કેવળજ્ઞાનનો સ્વાદ કઈ રીતે આવે? આ પ્રશ્નનો ઉત્તર પહેલાં શુદ્ધનયનું કથન કરતાં દેવાઈ ગયો છે કે શુદ્ધનય આત્માનું શુદ્ધ પૂર્ણ સ્વરૂપ જણાવતો હોવાથી શુદ્ધનય દ્વારા પૂર્ણરૂપ કેવળજ્ઞાનનો પરોક્ષ સ્વાદ આવે છે. ૧૪૦.

*
સમયસાર ગાથા ૨૦૩ઃ મથાળું

હવે પૂછે છે કે-હે ગુરુદેવ! તે પદ કયું છે? એમ કે અહીં આવો, અહીં આવો- એમ આપ કહો છો તો તે પદ કયું છે? અહા! તે અમને બતાવો. આમ શિષ્યના પ્રશ્ન પ્રતિ ઉત્તર કહે છેઃ-

* ગાથા ૨૦૩ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘ખરેખર આ ભગવાન આત્મામાં બહુ દ્રવ્ય-ભાવો મધ્યે જે અતત્સ્વભાવે અનુભવાતા અનિયત અવસ્થાવાળા, અનેક, ક્ષણિક, વ્યભિચારી ભાવો છે, તે બધાય પોતે અસ્થાયી હોવાને લીધે સ્થાતાનું સ્થાન અર્થાત્ રહેનારનું રહેઠાણ નહિ થઈ શકવા યોગ્ય હોવાથી અપદભૂત છે;-’

શું કહે છે? ‘ખરેખર આ ભગવાન આત્મામાં’-છે ટીકામાં? સંસ્કૃતમાં પાઠ છે- ‘इह खलु भगवत्यात्मनि’–ત્યાં खलु એટલે ‘ખરેખર’ અર્થાત્ નિશ્ચયથી અને ‘इह’ એટલે ‘આ’ ‘આ’ એટલે આ પ્રત્યક્ષ ચૈતન્યમૂર્તિ આત્મા-તેમાં. જુઓ, અહીં આત્માને ભગવાન આત્મા કહ્યો છે; છે? ત્યારે કોઈ વળી કહે છે-

હા, પણ અત્યારે કયાં આત્મા ભગવાન છે? સમાધાનઃ– અરે ભાઈ! સાંભળને બાપા! તને ખબર નથી ભાઈ! પણ નિશ્ચયથી અત્યારે જ તું ભગવાન છો. જો તું-આત્મા નિશ્ચયે ભગવાન ન હોય તો પર્યાયમાં ભગવાન થઈશ કયાંથી? શું કીધું? વસ્તુસ્વરૂપે આત્મા સદા ભગવાનસ્વરૂપ