Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2060 of 4199

 

સમયસાર ગાથા-૨૦૩ ] [ ૧૪૭ પુણ્ય-પાપના ભાવ છે તે અપદભૂત છે. ભાઈ! તે પુણ્ય-પાપના ભાવ અતત્સ્વભાવે છે કારણ કે એમાં આનંદના નાથ પ્રભુ આત્માનો ભાવ કયાં છે? એમાં ચૈતન્ય અને આનંદ કયાં છે? આ સમયસાર તો ૧૮ મી વખત ચાલે છે. અહીં તો ૪૨ વર્ષથી આ વાત કહેતા આવ્યા છીએ.

વળી કહે છે-તે ભાવો અનિયત અવસ્થાવાળા છે. શું કીધું? કે પુણ્ય-પાપના ભાવ અનિયત અવસ્થા છે, નિયત અવસ્થા નથી. તેની અનિયત એટલે પલટતી અવસ્થા છે. વળી તેઓ અનેક છે. દયા, દાન, વ્રત, ભક્તિ આદિના શુભભાવ અનેક છે; ને તે ક્ષણિક તથા વ્યભિચારી ભાવો છે. આનંદના નાથ પ્રભુ આત્માની-અનાકુળ આનંદમય ભગવાનની-સેવા છોડીને જે પુણ્ય-પાપનું સેવન છે તે વ્યભિચાર છે. અહા! શુભાશુભ ભાવ છે તે વ્યભિચારી ભાવ છે. જેમ વ્યભિચારમાં સ્ત્રી ને પુરુષ બે હોય છે તેમ આત્માને કર્મના નિમિત્તે થયેલા આ ભાવ છે માટે વ્યભિચારી ભાવ છે. ‘અને તે બધાય અસ્થાયી હોવાને લીધે...’ છે અંદર? અહા! તે પુણ્ય-પાપના ભાવ બધાય અસ્થાયી છે. પાંચ બોલ કહ્યા. શું? કે પુણ્ય-પાપના ભાવ-શુભાશુભ ભાવ

૧. અતત્સ્વભાવે છે, આત્મસ્વભાવરૂપ નથી; ૨. અનિયત છે, નિયત રહેતા નથી; ૩. અનેક છે, અસંખ્ય પ્રકારના છે; ૪. ક્ષણિક છે, પ. વ્યભિચારી છે અને તેથી તે બધાય અસ્થાયી છે આ તો માર્ગ બાપા! વીતરાગનો મળવો બહુ કઠણ. આ સિવાયના બધા માર્ગ ગૃહીત મિથ્યાત્વના પોષક છે. હજુ તો જ્યાં વ્યવહાર શ્રદ્ધાનનાય ઠેકાણાં નથી ત્યાં ધર્મ કેવો?

કહે છે-તે બધાય ‘પોતે’-જોયું? તે બધાય વિકારી ભાવ ‘સ્વયં’ અસ્થાયી હોવાને લીધે સ્થાતાનું સ્થાન અર્થાત્ રહેનારનું રહેઠાણ નહિ થઈ શકવા યોગ્ય હોવાથી અપદભૂત છે. તે ભાવ જેને સ્થિર થવું છે તેને સ્થિર થવા લાયક નથી. જુઓ, છે અંદર? આ કયાં ટીકા અત્યારની છે? આ તો હજાર વર્ષ પહેલાંની છે, ને મૂળ પાઠ-ગાથા તો બે હજાર વર્ષનો છે અને તેનો ભાવ તો જૈનશાસનમાં અનાદિનો ચાલ્યો આવે છે.

ભાઈ! પુણ્ય-પાપના ભાવ આસ્રવ છે. પણ આસ્રવને આસ્રવ કયારે માન્યો કહેવાય? જ્યારે સ્વભાવની દ્રષ્ટિ થઈ હોય ત્યારે. અહો! સ્વભાવની દ્રષ્ટિ થાય ત્યારે આસ્રવને ભિન્ન અને દુઃખરૂપ માને. જ્ઞાનીને પણ આસ્રવ તો હોય છે પણ તેને તે પોતાના સ્વરૂપથી ભિન્ન માને છે. આસ્રવો દુઃખરૂપ છે, તે મારી ચીજ નથી અને હું