સમયસાર ગાથા-૨૦૩ ] [ ૧પ૧
આ તો ત્રણલોકના નાથનો પોકાર છે ભાઈ! જુઓ, મહાવિદેહક્ષેત્રમાં સીમંધર પરમાત્મા સાક્ષાત્ અરિહંતપદે બિરાજે છે. ત્યાં ભગવાન કુંદકુંદાચાર્ય ૨૦૦૦ વર્ષ પહેલાં સં. ૪૯ માં ગયા હતા. કહે છે-તેમનો આ પોકાર છે કે-તારું ચૈતન્ય પદ તો ધ્રુવ સ્થાયી પદ છે પ્રભુ! તે સિવાય પર્યાયમાં જે કાંઈ રાગાદિ છે તે બધાંય અસ્થાયી અપદ છે. અજ્ઞાની જીવ જેને પોતાના માને છે તે પૈસા આદિ તો કયાંય દૂર રહી ગયા; કેમકે પૈસા આદિ કે દિ’ જીવના છે? એ તો જીવના દ્રવ્ય-ગુણમાં નહિ અને પર્યાયમાં પણ નહિ; સાવ ભિન્ન છે. એ તો ધૂળ છે. પરંતુ અહીં વિશેષ એમ કહે છે કે અંદર તારી પર્યાયમાં જે શુભાશુભ વિકલ્પ ઊઠે છે, દયા, દાન, ભક્તિ આદિ વિકલ્પ ઊઠે છે તે બધાય અસ્થાયી હોવાથી અપદ છે; તારું રહેવાનું તે સ્થાન નથી. હવે પછીના કળશમાં ‘अन्यानि पदानि’ એમ પાઠ આવે છે. પરમ અધ્યાત્મ તરંગિણીમાં તેનો અર્થ એવો કર્યો છે કે-વ્રતાદિ અપદ છે. અહો! દિગંબર સંતો- મુનિવરોએ કેવળીનાં પેટ ખોલીને મૂકયાં છે. જેનાં ભાગ્ય હોય તેને આ વાણી મળે. કહે છે-એક આત્મા જ તારું રહેવાનું સ્થાન છે; તે એક જ આસ્વાદવાયોગ્ય છે. માટે જેમાં કોઈ ભેદ નથી એવો અખંડ એકરૂપ જે ત્રિકાળસ્થાયી જ્ઞાયકભાવ છે તેનો આશ્રય કર, તેનો આસ્વાદ કર.
અહા... હા... હા...! ભગવાન! તું પરમાર્થરસરૂપ આનંદરસનો-શાન્તરસનો- અકષાયરસનો સમુદ્ર છો. તેમાં અતંર્મગ્ન થતાં શાંતરસનો-આનંદરસનો (પરમ આહ્લાદકારી) સ્વાદ આવે છે. કહ્યું છે ને કે-
લ્યો, આ આત્માનુભવની દશા છે અને તે સમ્યક્ત્વ અને ધર્મ છે. ભાઈ! જન્મ- મરણ મટાડવાની આ જ રીત છે. આ સિવાય વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પ્રગટે એમ કોઈ માને તો તે વ્યવહારમૂઢ છે. અહીં કહે છે-એ સઘળો વ્યવહારક્રિયાકાંડ અપદ છે, એનાથી (વ્યવહારથી) ત્રણકાળમાં જન્મ-મરણ મટશે નહિ.
આ પૈસાવાળા કરોડપતિ ને અબજપતિ બધા પૈસા વડે એમ માને કે અમે બધા સુખી છીએ પણ તેઓ ધૂળમાંય સુખી નથી સાંભળને. પૈસાની તૃષ્ણા વડે તેઓ બિચારા દુઃખી જ દુઃખી છે. પૈસાની-ધૂળની તો અહીં વાતેય નથી.
હા, મુનિવરોને કયાં પૈસા હોય છે? (તે વાત કરે?) અહા! મુનિને તો પૈસા (પરિગ્રહ) ન હોય, પણ વસ્તુમાં-આત્મામાં પણ તે નથી. સૂક્ષ્મ વાત છે ભાઈ! પૈસા તો જડ છે, અને આ શરીર પણ જડ માટી-પુદ્ગલ છે. તેઓ આત્મામાં કયાં છે? (નથી). અહીં તો એમ વાત છે કે આ પૈસા ને