સમયસાર ગાથા-૨૦૩ ] [ ૧૬૧ હોતો નથી, તેનો તો ત્યાં અભાવ હોય છે. સવિકલ્પદ્વાર વડે નિર્વિકલ્પ અનુભવ થવાનું કહેવું એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટેનું ઉપચાર કથન છે. સમજાણું કાંઈ...?
स्वां वस्तुवृत्तिं विदन्’ આત્માના અનુભવના-સ્વાદના પ્રભાવને આધીન થયો હોવાથી નિજ વસ્તુવૃત્તિને જાણતો-આસ્વાદતો...
અતીન્દ્રિય આનંદનો સ્વાદ અનુભવતાં તે તેના પ્રભાવને આધીન થઈ જાય છે. એટલે શું? કે આત્માના અતીન્દ્રિય આનંદના સ્વાદના અનુભવનમાંથી તે બહાર આવતો નથી. અહાહા...! આત્માના અનુભવના અનુભાવ એટલે પ્રભાવથી વિવશ-આધીન થયો હોવાથી તે નિજ વસ્તુવૃત્તિને-ચૈતન્યની શુદ્ધ પરિણતિને જાણે છે-આસ્વાદે છે. પ્રભુ! આ તારો મારગ તો જો! આ મારગ વિના તારા ભવના નિવેડા નહિ આવે ભાઈ!
આ શરીર તો હાડ-માંસ ને ચામડાં છે. તેનું જેને આકર્ષણ થયું છે તેને આત્માના નિરાકુલ આનંદનો અભાવ છે. અને જ્યાં આત્માના અનુભવનો પ્રભાવ આવ્યો ત્યાં પરનું આકર્ષણ છૂટી જાય છે અને એનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે. અજ્ઞાની તો દાન-શીલ- તપ-ભક્તિમાં ધર્મ માને છે. પણ ભાઈ દાન દેવું, શરીરથી બ્રહ્મચર્ય પાળવું, ઉપવાસ આદિ કરવા અને ભગવાનની ભક્તિ કરવી-એ તો બધો રાગ છે. અરે ભાઈ! સાંભળ તો ખરો! મારગ તો નાથ! તારો કોઈ બીજો અલૌકિક માર્ગ છે. રાગમાં ધર્મ માનનારા તો બાપુ! લુંટાઈ જશે, અરે! લુંટાઈ જ રહ્યા છે.
અહાહા...! પ્રભુ! તું કોણ છો? કે આત્માનો-નિરાકુળ આનંદનો સ્વાદ-આસ્વાદ લેતો થકો આત્માના નિરુપમ સ્વાદના અનુભવનમાંથી બહાર ન નીકળે તેવો આ આત્મા છો. ‘एषः आत्मा’ એમ કહ્યું છે ને? ‘આ આત્મા છો;’ મતલબ કે સ્વાનુભવના સ્વાદમાં જે પ્રત્યક્ષ થયો છે તે આ આત્મા છો-એમ કહે છે. વળી જ્યારે આત્મા પ્રત્યક્ષ થયો ત્યારે તે ‘विशेष–उदयं भ्रश्यत्’ જ્ઞાનના વિશેષોના ઉદયને ગૌણ કરતો, ‘सामान्यं कलयत् किल’ સામાન્યમાત્ર જ્ઞાનને અભ્યાસતો, ‘सकलं ज्ञानं’ સકળ જ્ઞાનને ‘एकतां नयति’ એકપણામાં લાવે છે-એકરૂપે પ્રાપ્ત કરે છે.
જુઓ, આત્મા સ્વાનુભવના કાળે જ્ઞાનની જે પર્યાય-અવસ્થા છે તે અવસ્થાના ભેદને ગૌણ કરે છે; અભાવ કરે છે એમ નહિ પણ ગૌણ કરે છે, અને ત્રિકાળી જ્ઞાયકભાવને મુખ્ય કરે છે. -નિર્મળ જ્ઞાનના ભેદોને પણ લક્ષમાં-દ્રષ્ટિમાં લેતો નથી તો પછી દેવ-ગુરુની ભક્તિ કરો તો કલ્યાણ થઈ જશે એ વાત તો કયાંય રહી ગઈ. ભાઈ! દેવેય તું ને. ગુરુય તું અને ધર્મ પણ તું જ છો. દેવનો દેવ પ્રભુ! તું આત્મા પૂર્ણાનંદનો નાથ છો, ગુરુ પણ ભગવાન! તારો તું જ છો અને વીતરાગતામય ધર્મ