Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2075 of 4199

 

૧૬૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ પણ તું જ છો. અહા! રાગની ઉત્પત્તિ ન થવી અને આત્માના આનંદની ઉત્પત્તિ થવી તે અહિંસામય-વીતરાગતામય ધર્મ છે, અને તે તારાથી ભિન્ન નથી, અભિન્ન છે. આવી વ્યાખ્યા અભ્યાસ નહિ એટલે લોકોને આકરી લાગે. વળી બહાર બીજે આવી પ્રરૂપણા પણ બંધ થઈ ગઈ છે. બહાર બીજે તો દાન કરો, ઉપવાસ કરો ઇત્યાદિ કરો-કરોની પ્રરૂપણા ચાલે છે. પણ ભાઈ! આવું સ્વરૂપનું ભાન કર્યા વિના બીજી રીતે ધર્મ નહિ થાય.

પ્રભુ! એક વાર સાંભળ તો ખરો! તારી ચીજ છે કે નહિ અંદર? છે; છે તો પરિપૂર્ણ સ્વભાવથી છે કે અપૂર્ણ સ્વભાવથી? પરિપૂર્ણ સ્વભાવથી છે તો અભેદ છે કે ભેદરૂપ? અહાહાહા...! ભગવાન! તું અભેદ એકરૂપ પરિપૂર્ણ જ્ઞાયકભાવથી ભરેલો આત્મા છો. અહાહાહા...! તેની સમીપ જતાં જે મહાસ્વાદ આવે છે-નિરાકુલ આનંદનો આસ્વાદ આવે છે તે વસ્તુવૃત્તિ અર્થાત્ વસ્તુની પરિણતિ છે. છે અંદર? આત્માની તે શુદ્ધ પરિણતિ છે. ‘નિજ વસ્તુવૃત્તિને આસ્વાદતો’-અહાહાહા...! શું ભાષા છે! અને ભાવ! ભાવ મહા ગંભીર છે. પોતાની શુદ્ધ પરિણતિ અર્થાત્ અંતરમાં આનંદના સ્વાદની દશા તે પોતાની વસ્તુની વૃત્તિ છે; વ્યવહારરત્નત્રયનો રાગ તે વસ્તુની વૃત્તિ નથી, પોતાની વૃત્તિ નથી. લોકોને આ આકરું લાગે છે પણ શું થાય? પ્રભુ! મારગ તો આ જ છે. તને એકાંત લાગે, નિશ્ચયાભાસ લાગે ને વ્યવહારનો લોપ થાય છે એમ લાગે તોય મારગ તો આ જ (સત્ય) છે. દયા, દાન, વ્રત, આદિ વિકલ્પના રાગમાં તો બાપુ! તારી ત્રિકાળ આનંદની શક્તિનો સ્વભાવ હણાઈ જાય છે. પુણ્યના પ્રેમમાં જેમ ઘાણીમાં તલ પીલાઈ જાય તેમ તું ચોરાસીના ચક્કરમાં પીલાઈ ગયો છે એ જો તો ખરો પ્રભુ!

અહા! સ્વરૂપનો સ્વાદ લેવામાં જે વીતરાગી આનંદની પરિણતિ ઉત્પન્ન થાય છે તે, વસ્તુની વૃત્તિ છે, આત્માની પરિણતિ છે. અહાહાહા...! નિજ આનંદરસના રસિયા એ પચીસ-પચીસ વર્ષના જુવાનજોધ રાજકુમારો-ચક્રવર્તી ને તીર્થંકરના પુત્રો માત-પિતા ને પત્નીનો ત્યાગ કરીને એક મોરપીંછી અને એક કમંડળ લઈને જંગલમાં ચાલી નીકળે એ કેવી અદ્ભુત અંતરદશા! કેવો વૈરાગ્ય! તેઓ માતાને કહે છે-હે માતા! અમે રાગનો ત્યાગ કરીને હવે અંદર ચૈતન્યમાં જવા માગીએ છીએ. અહા! આનંદનો નાથ તો અનુભવમાં આવ્યો છે પણ અમારે હવે અંદરમાં વિશેષ-વિશેષ રમણતા કરવી છે; અંદરમાં ઠરી જવું છે; માતા રજા દે. આ અંદરમાં-આનંદના સ્વાદમાં ઉગ્રપણે રમવું અને ઠરવું એનું નામ ચારિત્ર છે. વ્રતાદિનો રાગ કાંઈ ચારિત્ર નથી.

માતા! એક વાર રોવું હોય તો રોઈ લે, પણ બા! અમે હવે ફરીને મા નહીં કરીએ, જનેતા નહિ કરીએ; અમે તો અમારા આનંદમાં ઘૂસી જઈશું, એવા ઘૂસી જઈશું કે ફરીને અવતાર નહિ હોય. આવા ચિદાનંદરસના રસિયાઓને નિજાનંદરસમાં