Pravachan Ratnakar (Gujarati). Gatha: 204.

< Previous Page   Next Page >


PDF/HTML Page 2082 of 4199

 

ગાથા–૨૦૪

तथाहि–

आभिणिसुदोधिमणकेवलं च तं होदि एक्कमेव पदं।
सो एसो परमट्ठो जं लहिदुं णिव्वुदिं जादि।। २०४।।
आभिनिबोधिकश्रुतावधिमनःपर्ययकेवलं च तद्भवत्येकमेक पदम्।
स एष परमार्थो यं लब्ध्वा निर्वृतिं याति।।
२०४।।

હવે, ‘કર્મના ક્ષયોપશમના નિમિત્તે જ્ઞાનમાં ભેદ હોવા છતાં તેનું સ્વરૂપ વિચારવામાં આવે તો જ્ઞાન એક જ છે અને તે જ્ઞાન જ મોક્ષનો ઉપાય છે’ એવા અર્થની ગાથા કહે છેઃ-

મતિ, શ્રુત, અવધિ, મનઃ, કેવલ તેહ પદ એક જ ખરે,
આ જ્ઞાનપદ પરમાર્થ છે જે પામી જીવ મુક્તિ લહે. ૨૦૪.

ગાથાર્થઃ– [आभिनिबोधिकश्रुतावधिमनःपर्ययकेवलं च] મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન- [तत्] તે [एकम् एव] એક જ [पदम् भवति] પદ છે (કારણ કે જ્ઞાનના સર્વ ભેદો જ્ઞાન જ છે); [सः एषः परमार्थः] તે આ પરમાર્થ છે (-શુદ્ધનયના વિષયભૂત જ્ઞાનસામાન્ય જ આ પરમાર્થ છે-) [यं लब्ध्वा] કે જેને પામીને [निर्वृतिं याति] આત્મા નિર્વાણને પ્રાપ્ત થાય છે.

ટીકાઃ– આત્મા ખરેખર પરમાર્થ (પરમ પદાર્થ) છે અને તે (આત્મા) જ્ઞાન છે; વળી આત્મા એક જ પદાર્થ છે; તેથી જ્ઞાન પણ એક જ પદ છે. જે આ જ્ઞાન નામનું એક પદ છે તે આ પરમાર્થસ્વરૂપ સાક્ષાત્ મોક્ષ-ઉપાય છે. અહીં, મતિજ્ઞાન આદિ (જ્ઞાનના) ભેદો આ એક પદને ભેદતા નથી પરંતુ તેઓ પણ આ જ એક પદને અભિનંદે છે (-ટેકો આપે છે). તે દ્રષ્ટાંતથી સમજાવવામાં આવે છેઃ- જેવી રીતે આ જગતમાં વાદળાંના પટલથી ઢંકાયેલો સૂર્ય કે જે વાદળાંના *વિઘટન અનુસારે પ્રગટપણું પામે છે. તેના (અર્થાત્ સૂર્યના) પ્રકાશનની (પ્રકાશવાની) હીનાધિકતારૂપ ભેદો તેના (સામાન્ય) પ્રકાશસ્વભાવને ભેદતા નથી, તેવી રીતે કર્મપટલના ઉદયથી ઢંકાયેલો આત્મા કે જે કર્મના વિઘટન (ક્ષયોપશમ) અનુસારે પ્રગટપણું પામે છે, તેના જ્ઞાનની હીનાધિકતારૂપ ભેદો તેના (સામાન્ય) જ્ઞાનસ્વભાવને ભેદતા નથી પરંતુ ઊલટા તેને અભિનંદે છે. માટે જેમાં સમસ્ત ભેદ દૂર થયા છે એવા આત્મસ્વભાવભૂત જ્ઞાનનું જ _________________________________________________________________ * વિઘટન = છૂટું પડવું તે; વિખરાઈ જવું તે; નાશ.