Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2109 of 4199

 

૧૯૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ ચૈતન્યરત્નાકર છે. અહાહાહા...! જેમ માતા બાળકને ઘોડિયામાં ઉંઘાડવા માટે તેનાં વખાણ કરે છે કે-‘ભાઈ તો મારો ડાહ્યો...’ ઇત્યાદિ તેમ આચાર્ય ભગવાન અહીં આત્માને જગાડવા માટે તેને ‘ભગવાન અદ્ભુતનિધિ ચૈતન્યરત્નાકર’ કહીને પ્રશંસે છે. પ્રભુ! એ તો તારાં સ્વરૂપનાં ગીત સંતો તને સમજાવે છે.

શ્રી પરમાત્મ પ્રકાશમાં તથા સમયસારના બંધાધિકારમાં (ગાથા ૨૮૩ થી ૨૮પ જયસેનાચાર્યની ટીકામાં) આવે છે કે-

‘सहजशुद्धज्ञानानंदैकस्वभावोऽहं, –સ્વાભાવિક શુદ્ધ જ્ઞાન અને આનંદ જેનો સ્વભાવ છે તે હું છું, निर्विकल्पोऽहं, उदासीनोऽहं, निरंजननिजशुद्धात्मसम्यक्श्रद्धान– ज्ञानानुष्ठानरूपनिश्चयरत्नत्रयात्मकनिर्विकल्पसमाधिसंजातवीतरागसहजानंदरूपसुखानुभूति मात्रलक्षणेन स्वसंवेदनज्ञानेन संवेद्यो गम्यः प्राप्यो भरितावस्थोऽहं।’ લ્યો, ‘भरितावस्थोऽहं’ એટલે કે મારો નાથ જે પૂર્ણ શક્તિથી ભરેલો ભગવાન છે તે હું છું. તથા વીતરાગ સહજ આનંદ જેનું લક્ષણ છે એવા સ્વસંવેદનજ્ઞાનની પર્યાયથી જણાઉં- વેદાઉં-પ્રાપ્ત થાઉં તેવો હું છું. વ્યવહારના વિકલ્પથી જણાઉં એવો હું નથી. અહાહાહા...! જુઓ આ ચૈતન્યરત્નાકર પ્રભુ આત્માનું સ્વરૂપ! વળી કહે છે-હું સર્વ વિભાવથી રહિત એવો શૂન્ય છું-राग–द्वेष–मोह–क्रोध–मान–माया–लोभ–पंचेंद्रियविषयव्यापार– मनोवचनकायव्यापार–भावकर्म–द्रव्यकर्म–नोकर्म–ख्याति–पूजा–लाभ–द्रष्टश्रुतानुभूत– भोगाकांक्षारूपनिदानमायामिथ्याशल्यत्रयादिसर्वविभावपरिणामरहितशून्योऽहं। जगत्त्रयेऽपि कालत्रयेऽपि मनोवचनकायैः कृतकारितानुमतैश्च शुद्धनिश्चयेन तथा सर्वे जीवाः इति निरंतरं भावना कर्तव्या। અહાહા...! ત્રણે લોકમાં અને ત્રણે કાળે, મન-વચન-કાયે બધા જીવો આવા છે એવી નિરંતર ભાવના કરવી એમ કહ્યું છું.

ભાઈ! તું કોણ છો? તો કહે છે ભગવાન છો; ભગ નામ જ્ઞાન અને આનંદના સ્વભાવની લક્ષ્મીસ્વરૂપ છો. ભાઈ! જ્ઞાન અને આનંદ જ તારું સ્વરૂપ છે. વળી તું અદ્ભુતનિધિ છો. શું કહ્યું? ભગવાન આત્મા અદ્ભુતનિધિ છે. અહાહા...! જેમાં અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા ઇત્યાદિ અનંત અનંત સ્વભાવો ભર્યાં છે એવો મહા આશ્ચર્યકારી ખજાનો ભગવાન આત્મા છે.

ભાઈ! તને અબજોની નિધિ હોય તોપણ તે સંખ્યાત છે, તેની હદ છે; જ્યારે આ અદ્ભુત ચૈતન્યરત્નાકરની નિધિ બેહદ-અપાર છે. આકાશના પ્રદેશોની સંખ્યા અનંત છે. તેના કરતાં પણ અનંતગુણા ગુણરત્નો ચૈતન્યરત્નાકરમાં ભર્યાં છે. સ્વયંભૂરમણસમુદ્રમાં રેતીની જગ્યાએ નીચે રત્નો ભર્યાં છે. તેમ આ સ્વયંભૂ ભગવાન આત્મામાં-જે સ્વયંથી રહેલો-થયેલો છે અને સ્વયંથી પ્રગટ થાય તેવો છે એવા સ્વયંભૂ ભગવાન આત્મામાં- અનંત ચૈતન્યનાં રત્નો ભર્યાં છે. અહો! પરમ આશ્ચર્યકારી સ્વરૂપ ભગવાન