સમયસાર ગાથા-૨૦૪ ] [ ૧૯પ
પ્રશ્નઃ– અમે આચરણ કરીએ છીએ તેને આપ ઉડાડી દો છો. ઉત્તરઃ– ભાઈ! આ તો વસ્તુના સ્વરૂપની વાત છે. આ કોઈ વ્યક્તિ માટે કયાં છે? વસ્તુદ્રષ્ટિથી જોતાં ભાઈ! તારાં એ આચરણ ખોટાં છે. (માટે તેને ઉડાડીએ છીએ એમ તને લાગે છે).
અહાહાહા...! કહે છે-‘નિર્મળથી પણ નિર્મળ સંવેદનવ્યક્તિઓ (જ્ઞાનપર્યાયો, અનુભવમાં આવતા જ્ઞાનના ભેદો) આપોઆપ ઉછળે છે.’ એટલે કે સમુદ્રમાં જેમ ભરતી વખતે પાણીનાં મોજાં ઉછળી આવે છે તેમ ચૈતન્યસમુદ્રમાં, તેમાં અંતર્દ્રષ્ટિ થાય છે ત્યારે, પર્યાયમાં નિર્મળથી નિર્મળ પર્યાયની ભરતી આવે છે અર્થાત્ નિર્મળ નિર્મળ પર્યાયો આપોઆપ ઉછળે છે. ‘स्वयम् उच्छलन्ति’–એમ કહ્યું છે ને? ‘स्वयं’ કેમ કહ્યું? કેમકે તે પર ચીજો (જ્ઞેયો) છે માટે જ્ઞાનની પર્યાયો ઉછળે (થાય) છે એમ નથી. સૂક્ષ્મ વાત છે ભાઈ! પરને અને સ્વને જાણવાનું કાર્ય તે ચીજો છે માટે થયું છે એમ નથી; જ્ઞાનપર્યાયો તો પોતાના સામર્થ્યથી સહજ જ ઉછળે છે. આવો ભગવાન આત્મા નજરેય ન પડે અને કોઈ કહે મને ધર્મ થાય છે પણ એમ કેમ બને? સત્ય વાતની પ્રરૂપણા હતી નહિ એટલે લોકોને આ કઠણ પડે છે પણ ભાઈ! આ તારા હિતની વાત છે. અનાદિનો મારગ જ આવો છે. અહા! પરમાત્મા અત્યારે અહીં નથી પણ તેમની વાણી તો અત્યારે પણ મોજૂદ છે. પંડિતપ્રવર શ્રી ટોડરમલજીએ રહસ્યપૂર્ણ ચિટ્ઠીમાં લખ્યું છે કે-‘વર્તમાન કાળમાં અધ્યાત્મ તત્ત્વ તો આત્મા છે.’ અહા! ભગવાન કેવળી અત્યારે અહીં છે નહિ, પણ આ આત્મા જ અત્યારે અધ્યાત્મ છે.
કહે છે-નિર્મળથી નિર્મળ જ્ઞાનપર્યાયો ‘स्वयं उच्छलन्ति’ આપોઆપ ઉછળે છે. અહાહા...! જ્ઞાનની પર્યાયો સ્વને જાણે અને બધા દ્રવ્ય-ગુણ-પર્યાયોને પણ જાણે છે અને તે સ્વયં પ્રગટ થાય છે. એટલે કે બધું જગત છે માટે તેનું જ્ઞાન પ્રગટ થાય છે એમ નથી. જ્ઞાનની પર્યાય તો સ્વયં પોતાના સામર્થ્યથી સહજ જ ઉછળે છે.
ત્યારે કોઈ અજ્ઞાની કહે છે-મહાવિદેહક્ષેત્રમાં સીમંધર ભગવાન છે નહિ; એ તો કલ્પનાઓ વડે ઊભું કર્યું છે. અરરર! પ્રભુ! તું આ શું કહે છે? ભાઈ! તને શું થયું છે? ભાઈ! મહાવિદેહક્ષેત્ર છે અને ત્યાં સાક્ષાત્ ભગવાન બિરાજે છે. ત્યાં તો વીસ તીર્થંકરો વિદ્યમાન છે અને લાખો કેવળીઓ પણ છે. શ્રી કુંદકુંદાચાર્યે સદેહે સાક્ષાત્ ભગવાનની જાત્રા કરી હતી અને આઠ દિ’ ત્યાં રહ્યા હતા. આ વાત શાસ્ત્રોમાં પણ છે. પણ ભાઈ! તારે શું કરવું છે? તારો ભગવાન જે પૂર્ણ જ્ઞાયકપણે છે તેને ઉડાડવો છે? શું કરવું છે પ્રભુ?
અહીં તો આ કહ્યું કે-જેની નિર્મળથી નિર્મળ જ્ઞાનપર્યાયો આપોઆપ ઉછળે છે તે ‘सः एषः भगवान् अद्भुतनिधिः चैतन्यरत्नाकरः’ આ ભગવાન અદ્ભુત નિધિવાળો