૧૯૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ તરંગો સાથે જેનો રસ અભિન્ન છે એવો, ‘एकः अपि अनेकीभवन्’ એક હોવા છતાં અનેક થતો ‘उत्कलिकाभिः’ જ્ઞાનપર્યાયોરૂપી તરંગો વડે ‘वल्गति’ દોલાયમાન થાય છે- ઉછળે છે.
છે એવો છે. અર્થાત્ આત્માના જ્ઞાનની પર્યાયો અનેકરૂપે પરિણમે છે છતાં તે (આત્મા) અભિન્ન છે; સ્વભાવમાં એકત્વ છે તેમાં ખંડ પડતો નથી.
હવે કોઈને થાય કે આવું વ્યાખ્યાન? ભાઈ! જો તારે કલ્યાણ કરવું હોય તો આ સમજવું પડશે અને આ કરવું પડશે. અહાહા...! કહે છે-કલ્યાણનો સાગર પ્રભુ તું છો ને? તેમાંથી કણ કાઢ તો તારું કલ્યાણ થઈ જશે. અંશીમાંથી અંશ કાઢ તો તે અંશમાં પ્રભુ! તું ન્યાલ થઈ જઈશ, તને આનંદ થશે, સંતોષ થશે અને તું તૃપ્ત-તૃપ્ત-તૃપ્ત થઈ જઈશ. જાણે સિદ્ધપદ પ્રાપ્ત ન થયું હોય એવી તૃપ્તિ થશે. તારી અંદર સ્વરૂપમાં દ્રષ્ટિ પડતાં ચૈતન્યરત્નાકર ભગવાન આત્મા નિર્મળથી પણ નિર્મળ પર્યાયે ઉછળશે અને છતાં તે અભિન્ન રહેશે; તેમાં ખંડ ખંડ નહિ પડે એમ કહે છે.
વળી આત્મા સ્વરૂપે-શક્તિએ-ગુણે એકરૂપ હોવા છતાં ‘अनेकीभवन्’ પર્યાયમાં નિર્મળતાની અનેકતાએ પરિણમે છે અને તે એનું સ્વરૂપ જ છે. જ્ઞાનપર્યાયોરૂપી તરંગો સાથે જેનો રસ અભિન્ન એકમેક છે એવો ચૈતન્યરત્નાકર પ્રભુ આત્મા એક હોવા છતાં અનેક નિર્મળથી નિર્મળ પર્યાયોરૂપે થાય છે, અને ઉદ્ભવતા જ્ઞાનપર્યાયોરૂપી તરંગો વડે ‘वल्गति’ ડોલાયમાન થાય છે. શું કહ્યું? કે જેમ સમુદ્ર તરંગોથી ડોલાયમાન થાય છે તેમ સ્વના આશ્રયે ઉદ્ભવતી નિર્મળથી નિર્મળ પર્યાયો વડે આત્મા પણ ડોલાયમાન થાય છે. (આનંદની ભરતીથી ડોલી ઊઠે છે).
હવે આવી વાતો? ભાઈ! તને તારા ભગવાનની અહીં ઓળખાણ કરાવે છે કે ભગવાન! તું આવો છો. અહાહાહા...! નાથ! તું ત્રણલોકના નાથ-ભગવાનની હોડમાં બેસી શકે એવી તારી નાત છે હોં. આનંદઘનજી કહે છે ને કે-
‘બીજો મન મંદિર આણું નહિ, એ અમ કુલવટ રીત જિનેશ્વર...’ ‘પ્રભુ! તારી કુળની રીતના અમે છીએ હોં. અહાહા...! સર્વજ્ઞ પરમેશ્વરની નાતના અને જાતના અમે છીએ.’
અરે! પણ આવું એને કેમ બેસે? પણ ભાઈ! સ્વરૂપના અનુભવ વિના તારાં સર્વ આચરણ એકડા વિનાનાં મીંડાં છે.