तं गिण्ह णियदमेदं जदि इच्छसि कम्मपरिमोक्खं।। २०५।।
सहजबोधकलासुलभं किल।
तत इदं निजबोधकलाबलात्
कलयितुं यततां सततं जगत्।। १४३।।
રે! ગ્રહણ કર તું નિયત આ, જો કર્મમોક્ષેચ્છા તને. ૨૦પ.
(ઘણા પ્રકારનાં કર્મ કરવા છતાં) [एतत् पदं तु] આ જ્ઞાનસ્વરૂપ પદને [न लभन्ते] પામતા નથી; [तद्] માટે હે ભવ્ય! [यदि] જો તું [कर्मपरिमोक्षम्] કર્મથી સર્વથા મુક્ત થવા [इच्छसि] ઇચ્છતો હો તો [नियतम् एतत्] નિયત એવા આને (જ્ઞાનને) [गृहाण] ગ્રહણ કર.
ટીકાઃ– કર્મમાં (કર્મકાંડમાં) જ્ઞાનનું પ્રકાશવું નહિ હોવાથી સઘળાંય કર્મથી જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી; જ્ઞાનમાં જ જ્ઞાનનું પ્રકાશવું હોવાથી કેવળ (એક) જ્ઞાનથી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. માટે જ્ઞાનશૂન્ય ઘણાય જીવો, પુષ્કળ (ઘણા પ્રકારનાં) કર્મ કરવાથી પણ આ જ્ઞાનપદને પામતા નથી અને આ પદને નહિ પામતા થકા તેઓ કર્મોથી મુક્ત થતા નથી; માટે કર્મથી મુક્ત થવા ઇચ્છનારે કેવળ (એક) જ્ઞાનના આલંબનથી, નિયત જ એવું આ એક પદ પ્રાપ્ત કરવાયોગ્ય છે.
ભાવાર્થઃ– જ્ઞાનથી જ મોક્ષ થાય છે, કર્મથી નહિ; માટે મોક્ષાર્થીએ જ્ઞાનનું જ ધ્યાન કરવું એમ ઉપદેશ છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ– [इदं पदम्] આ (જ્ઞાનસ્વરૂપ) પદ [ननु कर्मदुरासदं] કર્મથી