Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2119 of 4199

 

૨૦૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ ખરેખર દુરાસદ છે અને [सहज–बोध–कला–सुलभं किल] સહજ જ્ઞાનની કળા વડે ખરેખર સુલભ છે; [ततः] માટે [निज–बोध–कला–बलात्] નિજજ્ઞાનની કળાના બળથી [इदं कलयितुं] આ પદને અભ્યાસવાને [जगत् सततं यततां] જગત સતત પ્રયત્ન કરો.

ભાવાર્થઃ– સર્વ કર્મને છોડાવીને જ્ઞાનકળાના બળ વડે જ જ્ઞાનનો અભ્યાસ કરવાનો આચાર્યદેવે ઉપદેશ કર્યો છે. જ્ઞાનની ‘કળા’ કહેવાથી એમ સૂચન થાય છે કેઃ- જ્યાં સુધી પૂર્ણ કળા (કેવળજ્ઞાન) પ્રગટ ન થાય ત્યાં સુધી જ્ઞાન હીનકળાસ્વરૂપ - મતિજ્ઞાનાદિરૂપ છે; જ્ઞાનની તે કળાના આલંબન વડે જ્ઞાનનો અભ્યાસ કરવાથી કેવળજ્ઞાન અર્થાત્ પૂર્ણ કળા પ્રગટે છે. ૧૪૩.

*
સમયસાર ગાથા ૨૦પઃ મથાળું

હવે આ જ ઉપદેશ ગાથામાં કરે છેઃ-

* ગાથા ૨૦પઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘કર્મમાં (કર્મકાંડમાં) જ્ઞાનનું પ્રકાશવું નહિ હોવાથી સઘળાંય કર્મથી જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી;’...

જુઓ, કર્મ શબ્દ પડયો છે ને? કર્મ એટલે જડ પુદ્ગલકર્મની અહીં વાત નથી પણ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ જે ક્રિયાકાંડ છે તે કર્મ છે એમ અહીં લેવું છે. કહે છે-કર્મમાં જ્ઞાનનું પ્રકાશવું નથી. સઘળાય શુભભાવરૂપ કર્મમાં આત્મા પ્રકાશતો નથી. આવી ચોખ્ખી વાત છે છતાં કોઈ અજ્ઞાનીઓ કહે છે કે વ્રતાદિ શુભાચરણથી પણ મોક્ષ થાય છે અને આમ માને તો અનેકાન્ત કહેવાય છે. અહીં તો આ સ્પષ્ટ વાત છે કે- શુભકર્મમાં-શુભાચરણમાં જ્ઞાન-આત્મા પ્રકાશતો નથી માટે સઘળાંય કર્મથી જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. ભાઈ! વ્યવહારથી-રાગથી કદીય મોક્ષ થતો નથી એમ કહે છે. અહાહા...! નિશ્ચયથી જ મોક્ષ થાય અને વ્યવહારથી (બીજી રીતે) ન થાય એનું નામ અનેકાન્ત છે.

પ્રશ્નઃ– પ્રવચનસારમાં તો (છેલ્લે) કર્મકાંડથી જ્ઞાનકાંડ થવાનું કહ્યું છે? સમાધાનઃ– એ તો પૂર્વે કર્મકાંડ હતું એટલું ત્યાં જ્ઞાન કરાવ્યું છે. બાકી તો તેનું- કર્મકાંડનું લક્ષ છોડીને જ્ઞાનકાંડ થયું છે. પ્રવચનસારમાં પાઠ એવો છે કે-“પ્રચંડ કર્મકાંડ વડે અખંડ જ્ઞાનકાંડને પ્રચંડ કરવાથી...” ભાઈ! આ તો નિમિત્તની મુખ્યતાથી વ્યવહારનું કથન છે. _________________________________________________________________ ૧. દુરાસદ = દુષ્પ્રાપ્ય; અપ્રાપ્ય; ન જીતી શકાય એવું. ૨. અહીં ‘અભ્યાસવાને’ એવા અર્થને બદલે ‘અનુભવવાને’, ‘પ્રાપ્ત કરવાને’ એમ અર્થ પણ થાય છે.