Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2130 of 4199

 

સમયસાર ગાથા-૨૦૬ ] [ ૨૧૭

પહેલાં, એટલો જ સત્ય આત્મા છે જેટલું આ જ્ઞાન છે-એમ કહ્યું. હવે કહે છે- એટલું જ સત્ય કલ્યાણ છે જેટલું આ જ્ઞાન છે. અહાહા...! જેટલું અંદર જ્ઞાનસ્વરૂપ છે તેટલું જ સત્યકલ્યાણ છે. અહાહા...! જ્ઞાનસ્વરૂપ છે તે જ કલ્યાણસ્વરૂપ છે અને કલ્યાણસ્વરૂપ છે તે જ જ્ઞાનસ્વરૂપ છે અને એ જ આત્મસ્વરૂપ છે. માટે, તારે કલ્યાણ કરવું હોય તો કલ્યાણસ્વરૂપી પ્રભુ આત્મામાં સદાય સંતોષ પામ. અહાહા...! આ જ્ઞાન એ જ કલ્યાણસ્વરૂપ છે એમ નિશ્ચય કરીને-નિર્ણય કરીને જ્ઞાનમાત્રથી જ સંતોષ પામ. જુઓ, ‘જ્ઞાનમાત્રથી જ’ સંતોષ પામ એમ કહીને એકાન્ત કર્યું છે. પણ ભાઈ! આ સમ્યક્ એકાન્ત છે. ‘સદાય સંતોષ પામ’-એટલે કદીય રાગથી સંતુષ્ટ ન થા કેમકે ત્યાં સંતોષ છે નહિ. જ્ઞાનમાત્ર-ભાવમાં સંતોષ છે, રાગમાં ક્યાં સંતોષ છે? અહાહા...! જેટલું આ જ્ઞાન છે તેટલું જ સત્ય કલ્યાણ છે એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રથી જ સંતોષ પામ. આ (સાચો) સંતોષ હો; બહારમાં પૈસા ઘટાડે (મંદરાગ કરે) માટે એને સંતોષ છે એમ નહિ, બહારનો સંતોષ એ સંતોષ નથી, જ્ઞાનમાત્રમાં સંતુષ્ટ રહે તે સંતોષ છે.

અહાહાહા...! કહે છે-જ્ઞાનમાત્રથી જ સંતોષ પામ. લ્યો, આ કરવાનું છે. સંતોષ- સંતોષ-સંતોષ-આનંદની દશાની પ્રાપ્તિમાં સંતોષ પામ. અહો! આ તો એકલું માખણ છે બાપા! ગાથા તે કાંઈ ગાથા છે! આ એના વાંચન, શ્રવણ અને મનનમાં જે વિકલ્પ ઊઠે છે તે આત્મા નથી, જ્ઞાન નથી, કલ્યાણ નથી-એમ કહે છે. અહીં તો પર્યાય ઉપરથી પણ દ્રષ્ટિ હઠાવી લઈ ત્રિકાળી જ્ઞાનમાત્રમાં જ સંતોષ કર એમ કહે છે કેમકે ત્યાં કલ્યાણ છે.

હવે ત્રીજો બોલઃ ‘એટલું જ સત્ય અનુભવનીય (અનુભવ કરવાયોગ્ય) છે જેટલું આ જ્ઞાન છે-એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રથી જ સદાય તૃપ્તિ પામ.’

જોયું? આ અસ્તિથી વાત કરી છે; નાસ્તિથી કહીએ તો દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, જાત્રા ઇત્યાદિના વિકલ્પ પણ અનુભવ કરવા લાયક નથી કેમકે એ તો રાગનું- દુઃખનું વેદન છે. લોકોને આ એકાન્ત લાગે છે કેમકે અંદર પોતાનો ચૈતન્યમહાપ્રભુ બિરાજે છે તેનો એને મહિમા નથી. પણ ભાઈ? આ પરમ સત્ય વાત છે. ભગવાનની દિવ્યધ્વનિમાં આવેલી વાત આચાર્ય કુંદકુંદ અહીં લઈ આવ્યા છે. કહે છે-ભગવાન! તું તારા જ્ઞાનમાત્રભાવમાં જ રતિ કર, તેમાં જ સંતુષ્ટ થા, કેમકે ત્યાં જ તારું કલ્યાણ છે. ભાઈ! એટલું જ અનુભવ કરવાયોગ્ય છે જેટલું આ જ્ઞાન છે. બાકી વ્યવહાર-રત્નત્રયનો વિકલ્પ પણ અસત્ય છે, અનુભવ કરવા લાયક નથી. આવું વ્યવહારના પક્ષવાળાને આકરું લાગે છે કેમકે તેને અનંત ગુણરત્નોથી ભરેલા પોતાના ચૈતન્યતત્ત્વની ખબર નથી. પણ શું થાય?

અહીં તો ભગવાન દેવાધિદેવ અરિહંત-વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા-પરમગુરુ અને