Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2129 of 4199

 

૨૧૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ છે કે જેટલું આ જ્ઞાન છે. કહે છે-આવો નિશ્ચય કરીને એટલે કે જ્ઞાનસ્વરૂપી-જ્ઞાનમાત્ર પોતાનો આત્મા છે એમ નિશ્ચય કરીને એમાં જ-જ્ઞાનમાત્રમાં જ સદાય રતિ પામ. જુઓ આ નિશ્ચય કહ્યું કે જ્ઞાનમાત્ર ભગવાન આત્મામાં જ રતિ પામ; કેમકે ત્યાં તને તારા ભગવાનના (આત્માના) ભેટા થશે. અહાહા...! જેટલું આ જ્ઞાન છે એટલે કે શરીર નહિ, મન-વાણી-ઇન્દ્રિય નહિ, રાગેય નહિ પણ જેટલું આ જ્ઞાન છે તેટલો જ સત્યાર્થ આત્મા છે-આમ નિશ્ચય કરીને, કહે છે, એમાં જ રતિ પામ, એમાં જ રુચિ કર, એમાં જ પ્રીતિ કર. બાકી તો બીજું બધું થોથેથોથાં-દુઃખી થવાનો માર્ગ છે. શુભરાગેય દુઃખી થવાનો માર્ગ છે.

અહીં અસ્તિથી કહ્યું કે-જ્ઞાનમાત્ર જ આત્મા છે-એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્ર વસ્તુમાં જ રતિ કર, રુચિ કર; મતલબ કે રાગ-પુણ્ય ને નિમિત્તની રુચિ છોડી દે એમ નાસ્તિ તેમાં આવી ગયું. આ રાગાદિની રુચિ છોડી દે એમ નાસ્તિથી ન કહેતાં જ્ઞાનમાત્રમાં જ રતિ કર એમ અસ્તિથી કેમ કહ્યું? કેમકે જ્ઞાનમાત્રમાં જ પ્રીતિ થતાં તે (રાગાદિ) આપોઆપ છૂટી જશે. અહીં જ્ઞાનમાત્ર કહીને રાગાદિથી રહિત તારી ચીજ અંદરમાં જ્ઞાનસ્વરૂપ છે તેમાં રતિ કર, તેમાં જા-એમ કહે છે. રાગમાં મત જા, કેમકે રાગ છે તે આત્મા નથી, અનાત્મા છે, અજીવ છે. ભગવાનની ભક્તિ ને પૂજાનો જે વિકલ્પ ઊઠે છે તે અનાત્મા છે; અહાહા...! આ મહાવ્રતાદિના વિકલ્પ જીવ નહિ પ્રભુ! આ જેટલું જ્ઞાન છે, ચૈતન્ય છે બસ એટલો જ આત્મા છે. ઝીણી વાત ભાઈ! (ઉપયોગને ઝીણો કરે તો સમજાય).

અહાહાહા...! આ અરિહંત દેવ અને એમનાં શાસ્ત્ર એમ કહે છે કે-તું જ્ઞાનમાત્ર છો પ્રભુ! ત્યાં પ્રીતિ કર, ને અમારા પ્રત્યેથી પણ પ્રીતિ છોડી દે. અહાહા...! તારો ભગવાન તો અંદર શીતળ-શીતળ ચૈતન્યચંદ્ર છે, જિનચંદ્ર છે; ત્યાં પ્રીતિ કર. જગતમાં ચંદ્ર છે તે શીતળ હોય છે પણ એ તો જડની શીતળતા જડરૂપ છે. જ્યારે આ શાંત-શાંત- શાંત ચૈતન્યચંદ્રની શીતળતા તો અતીન્દ્રિય શાંતિમય છે. અહાહા...! આ ચૈતન્યચંદ્ર તો એકલી શાંતિનું ઢીમ છે. એને શાંતિનું ઢીમ કહો કે જ્ઞાનનું ઢીમ કહો-એક જ છે. પણ અહીં જ્ઞાનને પ્રધાન કરીને કહ્યું છે ને? તેથી કહ્યું કે-આ જેટલું જ્ઞાન છે તેટલો જ પરમાર્થ આત્મા છે એમ નિશ્ચય કરીને તેમાં જ રતિ કર. ગજબ વાત છે ભાઈ! કહે છે- સદાય જ્ઞાનમાત્ર વસ્તુ પ્રભુ તું છો તેમાં દ્રષ્ટિ કર; તારી દ્રષ્ટિનો વિષય જ્ઞાનમાત્ર આત્માને બનાવ અને એમાં જ રતિ કર. આ એક બોલ થયો, હવે બીજો બોલઃ-

‘એટલું જ સત્ય કલ્યાણ છે જેટલું આ જ્ઞાન છે-એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રથી જ સદાય સંતોષ પામ;’...