સમયસાર ગાથા-૨૦૬ ] [ ૨૧પ
श्चिन्मात्रचिन्तामणिरेष यस्मात्।
सर्वार्थसिद्धात्मतया विधत्ते
ज्ञानी किमन्यस्य परिग्रहेण।। १४४।।
[अचिन्त्यशक्तिः देवः] અચિંત્ય શક્તિવાળો દેવ છે અને [चिन्मात्र–चिन्तामणिः] ચિન્માત્ર ચિંતામણિ છે (અર્થાત્ ચૈતન્યરૂપ ચિંતામણિ રત્ન છે), માટે [सर्व–अर्थ– सिद्ध–आत्मतया] જેના સર્વ અર્થ (પ્રયોજન) સિદ્ધ છે એવા સ્વરૂપે હોવાથી [ज्ञानी] જ્ઞાની [अन्यस्य परिग्रहेण] અન્યના પરિગ્રહથી [किम् विधत्ते] શું કરે? (કાંઈ જ કરવાનું નથી.)
ભાવાર્થઃ– આ જ્ઞાનમૂર્તિ આત્મા પોતે જ અનંત શક્તિનો ધારક દેવ છે અને પોતે જ ચૈતન્યરૂપી ચિંતામણિ હોવાથી વાંછિત કાર્યની સિદ્ધિ કરનારો છે; માટે જ્ઞાનીને સર્વ પ્રયોજન સિદ્ધ હોવાથી તેને અન્ય પરિગ્રહનું સેવન કરવાથી શું સાધ્ય છે? અર્થાત્ કાંઈ જ સાધ્ય નથી. આમ નિશ્ચયનયનો ઉપદેશ છે. ૧૪૪.
હવેની ગાથામાં આ જ ઉપદેશ વિશેષ કરે છેઃ-
‘(હે ભવ્ય!) એટલો જ સત્ય (-પરમાર્થસ્વરૂપ) આત્મા છે જેટલું આ જ્ઞાન છે- એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રમાં જ સદાય રતિ (-પ્રીતિ, રુચિ) પામ;’...
‘હે ભવ્ય!’... અહા! તું આમ કર-એમ મૂળ ગાથામાં કહ્યું છે ને? આ એમાંથી ‘હે ભવ્ય!’ એમ સંબોધન કાઢયું છે. કહે છે-હે ભવ્ય! એટલો જ સત્ય આત્મા છે, એટલો જ પરમાર્થસ્વરૂપ આત્મા છે જેટલું આ જ્ઞાન છે. અર્થાત્ આત્મા જ્ઞાનપ્રમાણ છે, અને જ્ઞાન આત્માપ્રમાણ છે. એમ તો આત્મા જ્ઞાનપ્રમાણ, દર્શનપ્રમાણ આનંદપ્રમાણ ઇત્યાદિ અનંત- ગુણપ્રમાણ છે. પણ જ્ઞાન પ્રધાન છે ને? તેથી અહીં કહ્યું કે એટલો જ પરમાર્થસ્વરૂપ આત્મા છે જેટલું આ જ્ઞાન છે. મતલબ કે જ્ઞાનથી અન્ય જે કાંઈ છે તે આત્મા નથી. આ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિના જે વિકલ્પ ઉઠે છે તે આત્મા નથી.
અહાહાહા...! શુદ્ધ ચૈતન્યપ્રકાશથી પ્રકાશતો ચૈતન્યસૂર્ય પ્રભુ આત્મા એટલો જ