Pravachan Ratnakar (Gujarati). Gatha: 208.

< Previous Page   Next Page >


PDF/HTML Page 2152 of 4199

 

ગાથા–૨૦૮
मज्झं परिग्गहो जदि तदो अहमजीवदं तु गच्छेज्ज।
णादेव अहं जम्हा तम्हा ण परिग्गहो मज्झ।। २०८।।
मम परिग्रहो यदि ततोऽहमजीवतां तु गच्छेयम्।
ज्ञातैवाहं यस्मात्तस्मान्न परिग्रहो मम।।
२०८।।
“માટે હું પણ પરદ્રવ્યને નહિ પરિગ્રહું” એમ હવે (મોક્ષાભિલાષી જીવ) કહે છેઃ-
પરિગ્રહ કદી મારો બને તો હું અજીવ બનું ખરે,
હું તો ખરે જ્ઞાતા જ, તેથી નહિ પરિગ્રહ મુજ બને. ૨૦૮.
ગાથાર્થઃ– [यदि] જો [परिग्रहः] પરદ્રવ્ય-પરિગ્રહ [मम] મારો હોય [ततः] તો

[अहम्] હું [अजीवतां तु] અજીવપણાને [गच्छेयम्] પામું. [यस्मात्] કારણ કે [अहं] હું તો [ज्ञाता एव] જ્ઞાતા જ છું [तस्मात्] તેથી [परिग्रहः] (પરદ્રવ્યરૂપ) પરિગ્રહ [मम न] મારો નથી.

ટીકાઃ– જો અજીવ પરદ્રવ્યને હું પરિગ્રહું તો અવશ્યમેવ તે અજીવ મારું ‘સ્વ’ થાય, હું પણ અવશ્યમેવ તે અજીવનો સ્વામી થાઉં; અને અજીવનો જે સ્વામી તે ખરેખર અજીવ જ હોય. એ રીતે અવશે (લાચારીથી) પણ મને અજીવપણું આવી પડે. મારું તો એક જ્ઞાયક ભાવ જ જે ‘સ્વ’ છે, તેનો જ હું સ્વામી છું; માટે મને અજીવપણું ન હો, હું તો જ્ઞાતા જ રહીશ, પરદ્રવ્યને નહિ પરિગ્રહું.

ભાવાર્થઃ– નિશ્ચયનયથી એ સિદ્ધાંત છે કે જીવનો ભાવ જીવ જ છે, તેની સાથે જીવને સ્વ-સ્વામી સંબંધ છે; અને અજીવનો ભાવ અજીવ જ છે, તેની સાથે અજીવને સ્વ-સ્વામી સંબંધ છે. જો જીવને અજીવનો પરિગ્રહ માનવામાં આવે તો જીવ અજીવપણાને પામે; માટે જીવને અજીવનો પરિગ્રહ પરમાર્થે માનવો તે મિથ્યાબુદ્ધિ છે. જ્ઞાનીને એવી મિથ્યાબુદ્ધિ હોય નહિ. જ્ઞાની તો એમ માને છે કે પરદ્રવ્ય મારો પરિગ્રહ નથી, હું તો જ્ઞાતા જ છું.

*