૨૩૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ કરે અને સેવે? આવી વાત! બિચારા અજ્ઞાનીને પોતાના સ્વરૂપની ખબર નથી. પોતે સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ છે, સત્ નામ શાશ્વત જ્ઞાન ને આનંદની લક્ષ્મીનો ભંડાર પ્રભુ પોતે છે. અહાહા...! આવા સ્વસ્વરૂપનો સ્વીકાર કરનાર ધર્મી સુખના પંથે છે. તે દયા, દાન આદિના વિકલ્પને (-દુઃખને) પોતાનો માની સેવન કરતો નથી; બસ જાણે છે કે એ ‘છે’ અને તે પણ પરપણે છે એમ જાણે છે. આનું નામ સમ્યગ્દ્રષ્ટિ ને ધર્મી કહેવામાં આવે છે.
[પ્રવચન નં. ૨૮૩ (ચાલુ)*દિનાંક પ-૧-૭૭]