સમયસાર ગાથા-૨૦૭ ] [ ૨૩૭ વડે તેને સ્વરૂપથી ભિન્ન પરપણે જાણે છે. આ પરભાવ છે-એમ બસ જાણે છે; મને છે કે મને લાભદાયી છે એમ નહિ.
‘આ રીતે જ્ઞાની પરનું ગ્રહણ-સેવન કરતો નથી.’ લ્યો, આ સરવાળો કહ્યો. અહાહા...! જ્ઞાનાનંદ સ્વભાવનો જેને દ્રષ્ટિમાં સ્વીકાર થયો છે તે ધર્મી જીવ ચાહે છ ખંડના રાજ્યના સંયોગમાં દેખાય ચાહે વ્યવહારરત્નત્રયને પાળતો દેખાય પણ તે એ સર્વ પરભાવોનું ગ્રહણ-સેવન કરતો નથી. ગજબ વાત છે ભાઈ! ધર્મીની દ્રષ્ટિ પોતાની સ્વરૂપસંપદા-ચૈતન્યસંપદા પર છે ને! તે દ્રષ્ટિ આ પરભાવોને પોતાના સ્વીકારતી નથી, તે પોતાના છે એમ માનતી નથી અને જ્ઞાન તેને પોતાથી ભિન્ન પરપણે બસ જાણે છે. હવે આવી વાત લોકોને ભારે આકરી લાગે છે કેમકે આટલી દયા કરી, ને આટલાં તપ કર્યા ને આટલા ઉપવાસ કર્યા એટલે થઈ ગયો ધર્મ-એમ માને છે ને? ભાઈ! એમાં (-રાગમાં) તો ધૂળેય દયા ને તપ નથી સાંભળને. અહાહા...! અતીન્દ્રિય આનંદનો સાગર પ્રભુ આત્મા છે; એની પર્યાયમાં અતીન્દ્રિય જ્ઞાન ને આનંદની ભરતી આવે તેને ભગવાને ધર્મ કહ્યો છે અને તેને સાચી દયા અને સાચું તપ કહે છે. સમજાણું કાંઈ...?
અહા! આત્માનો જ્ઞાન અને આનંદ કાયમી અસલી-અકૃત્રિમ સ્વભાવ છે. અહાહા... તેની અંદરમાં જ્યાં દ્રષ્ટિ થઈ ત્યાં પર્યાયમાં તે જ્ઞાન અને આનંદની નિર્મળ દશા પ્રગટ થાય છે. તે નિર્મળ પર્યાય પોતાનું સ્વ છે. અહાહા...! દ્રવ્ય-ગુણ અને તેની નિર્મળ પર્યાય તે પોતાનું સ્વ છે, અને તેનો પોતે (ધર્માત્મા) સ્વામી છે. જુઓ, આત્મામાં અનંત શક્તિઓ છે. તેમાં એક ‘સ્વસ્વામીસંબંધ શક્તિ’ છે. ૪૭ શક્તિમાં એક ‘સ્વસ્વામીસંબંધ શક્તિ’ કહી છે. આ શક્તિના કારણે ત્રિકાળી શુદ્ધ જે દ્રવ્ય તે હું આત્મા સ્વ છું, ત્રિકાળી પૂર્ણ શુદ્ધ જે ગુણો તે મારું સ્વ (સ્વરૂપ) છે અને તેની જે નિર્મળ-શુદ્ધ સ્વભાવપર્યાય પ્રગટ થાય તે પણ મારું સ્વ છે; અર્થાત્ પોતાના શુદ્ધ દ્રવ્ય-ગુણ અને શુદ્ધ પર્યાય તે પોતાનું સ્વ છે ને તેનો આત્મા-ધર્મી સ્વામી છે. આ વાત છે; બાકી તે પત્નીનોય પતિ નથી અને લક્ષ્મીપતિય નથી-એમ કહે છે.
ઉદ્યોગપતિ તો છે ને? ધૂળમાંય ઉદ્યોગપતિ નથી સાંભળને. એ તો રાગનો અહોનિશ ઉદ્યોગ કરે છે. શું આત્મા તેનો (-રાગનો) સ્વામી છે? શું રાગ આત્માનો છે? ના; તો પછી એ ઉદ્યોગપતિ કયાંથી હોય? (ન હોય).
અહીં કહે છે-‘જ્ઞાની પરનું ગ્રહણ-સેવન કરતો નથી.’ ભાઈ! પરમાર્થે રાગનું કર્તાપણું અને રાગનું સેવન આત્માને છે જ નહિ. એનામાં કયાં રાગ છે કે તે રાગને