૨૭૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ થશે. બસ આ કરવાનું છે અને આ જ વીતરાગ સર્વજ્ઞદેવની આજ્ઞા છે. સમજાણું કાંઈ...?
આ રીતે પુણ્ય-પાપના બે બોલ થયા. હવે કહે છે-એ જ પ્રમાણે ગાથામાં ‘અધર્મ’ શબ્દ પલટીને તેની જગ્યાએ રાગ લેવો. મતલબ કે રાગ આવ્યો તો રાગનો પણ જ્ઞાની-ધર્મી તો કેવળ જ્ઞાતા જ છે. અહાહા...! અતીન્દ્રિય આનંદનો સાગર એવા આત્માની જેને અંદરમાં રુચિ થઈ છે તે ધર્મી જીવને રાગનો રાગ હોતો નથી. તેને રાગ આવે છે પણ તેની તેને રુચિ નથી, ઇચ્છા નથી, પકડ નથી; તે તો માત્ર એનો જાણનાર જ રહે છે.
-એવી રીતે દ્વેષ લેવો. દ્વેષ પણ જ્ઞાનીને કિંચિત્ થતો હોય છે. સમ્યગ્દ્રષ્ટિ છે તે લડાઈમાં જાય તો કાંઈક દ્વેષ પણ આવી જાય છે, પણ તેને દ્વેષની ભાવના નથી. તેને તો આનંદસ્વરૂપ નિજ પરમાત્મદ્રવ્યની રુચિ છે, દ્વેષની રુચિ નથી.
રુચિ નથી પણ દ્વેષ તો હોય છે? ભાઈ! ખરેખર તો તેને દ્વેષ હોતો નથી પણ એનું જ્ઞાન જ હોય છે. જ્ઞાનમય ભાવમાંથી તેને જ્ઞાતાનું જ પરિણમન થાય છે. તે દ્વેષનો કર્તા-હર્તા કે સ્વામી થતો નથી, રાગ કે દ્વેષમાં તે તન્મયપણે પરિણમતો નથી. જુઓ, શ્રી શાંતિનાથ, શ્રી કુંથુનાથ ને શ્રી અરનાથ-એ ત્રણે તીર્થંકર ચક્રવર્તી ને કામદેવ હતા. તો છ ખંડ સાધવા જતા હતા ત્યારે કંઈક રાગ હતો, અને કોઈ શરણે ન આવે તો ત્યાં દ્વેષ પણ આવતો હતો. જોકે તેઓ મહા પુણ્યવંત હતા તેથી રાજાઓ તરત જ નમી જતા હતા, છતાં નમાવવાનો જરી ભાવ તો હતો ને? તો કાંઈક દ્વેષ હતો. અહા! છતાં તેઓ એના જાણનાર જ હતા. ધર્મી જીવ દ્વેષનો પણ જાણનાર જ રહે છે, કર્તા થતો નથી, કે દ્વેષમય થતો નથી. અહા! જ્ઞાની જ્ઞાનમય જ રહે છે. આવી વાત છે.
અહીં એમ કહેવું છે કે જ્ઞાનીને જ્ઞાનમાં દ્વિવિધતાનું ભાન થાય છે એક પોતાનું શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું ભાન અને બીજું દ્વેષનું (પર્યાયનું) ભાન-આમ બેયનું ભાન થાય છે. એ તો સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં આવે છે કે-દ્વેષના જ્ઞાન વખતે પણ જ્ઞાનની જ પુષ્ટિ થાય છે, દ્વેષની નહિ. અહા! પોતાનું જ્ઞાન છે ત્યાં દ્વેષનું પણ જ્ઞાન થાય છે-આમ બે પ્રકારનું જ્ઞાન જ્ઞાનીને ઉત્પન્ન થાય છે. ઝીણી વાત છે ભાઈ! અનંતકાળમાં એણે પોતાના હિત માટે કાંઈ કર્યું નથી. અનંતકાળમાં એણે પરસન્મુખપણે રાગ ને દ્વેષ કરી કરીને પોતાને મારી નાખ્યો છે, દુઃખમાં નાખ્યો છે. અહીં કહે છે-સ્વસન્મુખનો ઝુકાવ થયા પછી જે જરી પરસન્મુખનો દ્વેષ આવે છે તેનો જ્ઞાની જ્ઞાતા જ રહે છે.
કોઈને વળી એમ લાગે કે શું જૈનધર્મની આવી વાત? શું થાય? લોકોમાં