Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2186 of 4199

 

સમયસાર ગાથા-૨૧૧ ] [ ૨૭૩ આ વાત ચાલતી નથી ને તેઓ બહારના ક્રિયાકાંડમાં એવા ડૂબેલા છે કે વાસ્તવિક જૈનધર્મ શું છે એની બિચારાઓને ખબર નથી. પરંતુ આ સમજ્યે જ (દુઃખથી) છૂટકો છે.

હવે દ્વેષ પછી ક્રોધ; ‘અધર્મ’ શબ્દ પલટીને ક્રોધ લેવો. જ્ઞાનીને ક્રોધ પણ આવે છે પરંતુ ક્રોધમય ભાવ જ્ઞાનીને હોતો નથી. ટીકામાં એ જ કહ્યું ને કે-જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ હોતો નથી, જ્ઞાનમય જ ભાવ જ્ઞાનીને હોય છે. કમજોરીથી તેને ક્રોધ આવે છે પણ તેમાં એને એકતાબુદ્ધિ નથી અર્થાત્ તેને ક્રોધની ભાવના નથી. જે ક્રોધ આવી જાય છે તેને તે પોતાનાથી ભિન્ન રાખીને જાણે જ છે, એનો જ્ઞાતા-દ્રષ્ટા જ રહે છે. અહા! જ્યાં અંદર આનંદના નિરાકુલ સ્વાદમાં જ્ઞાની પડયો છે ત્યાં કિંચિત્ ક્રોધ થઈ આવતાં જ્ઞાનીને તે ઝેર જેવો લાગે છે, કેમકે તેને ક્રોધની રુચિ જ નથી. અહા! આવો મારગ-જૈન પરમેશ્વરનો-દુનિયાથી સાવ ઉલટો છે. ભાઈ! આવો અલૌકિક મારગ બીજે કયાંય છે નહિ.

હવે માન; જુઓ! શ્રી નેમિનાથ ભગવાન પાંડવો ને બીજા મહાન જોદ્ધાઓ સહિત એકવાર સભામાં વિરાજતા હતા. ત્યાં વાત નીકળતાં નીકળી કે પાંડવો મહાન જોદ્ધા છે. તો કોઈકે કહ્યું કે બીજા પણ મહાન જોદ્ધા છે. ત્યારે કોઈએ કહ્યું-બીજા ભલે મહાન જોદ્ધા હશે પણ ભગવાનની બરાબરીના કોઈ મહાન જોદ્ધા નથી. શ્રી નેમિનાથ ભગવાન તો હજી ગૃહસ્થાશ્રમમાં હતા ને ત્રણ જ્ઞાન તથા જ્ઞાયિક સમકિત સહિત હતા. હવે આવી વાત ચાલતી હતી ત્યાં શ્રીકૃષ્ણે પડકાર કર્યો કે હું તેનાથી પણ મહાન જોદ્ધો છું. તો ભગવાને હાથ વાંકો વાળ્‌યો; શ્રીકૃષ્ણ હાથને ટીંગાઈ ગયા પણ હાથને હલાવી શકયા નહિ. અહા! આવું શરીરનું અતુલ બળ ભગવાનનું હતું! આત્મબળની તો શી વાત! અહા! જ્ઞાની હતા તોપણ ત્યારે ભગવાનને માનનો વિકલ્પ થઈ આવ્યો, પણ તેના તે સ્વામી ન હતા, તેઓ તો તેના જ્ઞાતા જ હતા. જ્ઞાની તો તેને જે વિકલ્પ આવે છે તેનો માત્ર જ્ઞાતા જ રહે છે, કર્તા થતો નથી. આવો મારગ બાપા! વીતરાગનો ખાંડાની ધારથી પણ આકરો છે! અહો! પણ તે સુખરૂપ છે, આનંદરૂપ છે. અહા! અતીન્દ્રિય આનંદનો નાથ પરમાનંદસ્વરૂપ પ્રભુ જ્યાં સમ્યગ્દર્શનમાં જાગ્યો ત્યાં આવો સુખરૂપ મારગ પ્રાપ્ત થાય છે.

અનાદિથી વ્યવહારમાં સૂતેલો જીવ જ્યારે અંદર નિશ્ચય સ્વરૂપમાં જાગૃત થઈ જાય છે ત્યારે તેને અતીન્દ્રિય આનંદ જેની મુદ્રા છે એવો મોક્ષમાર્ગ પ્રાપ્ત થાય છે; અને આવા નિશ્ચય મોક્ષમાર્ગમાં રહેલા જીવને કદાચિત્ માનનો વિકલ્પ થઈ આવે તોપણ તેનો તે જ્ઞાતા જ રહે છે. ઝીણી વાત છે, ભાઈ! અહા! આ તો મહા ગંભીર શાસ્ત્ર છે! એનું એકેક પદ બહુ ગંભીર છે! જુઓને! આ (ગાથાનું) ચોથું